સીને-જગત@નવીદિલ્લી: હાઈકોર્ટમાં ફરિયાદ કરી આરાધ્યાએ,બચ્ચન પરિવાર ચિંતામાં મુકાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બચ્ચન પરિવાર તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવાયું છે કે, આરાધ્ય હજૂ નાની છે અને તેના માટે આ પ્રકારના ફેક ન્યૂઝ મુશ્કેલીનું કારણ બને છે. જાણકારી અનુસાર, દિલ્હી કોર્ટમાં જસ્ટિસ સી હરિશંકરની એકલ જજ પીઠ આ અરજી પર આજે એટલે કે, 20 એપ્રિલે સુનાવણી કરશે. હાલમાં બચ્ચન પરિવાર તરફથી આ મામલામાં કોઈ સ્ટેટમેંટ નથી આવ્યું.
અભિષેક બચ્ચનને આવ્યો ગુસ્સો
પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો, દુનિયામાં ક્યા સમાચારને ખોટી રીતે રજૂ કરવામાં આવે તેનું કંઈ કહી શકાય નહીં. મોટા ભાગે સેલેબ્સ આ વાતને લઈને ફરિયાદ કરતા રહે છે. આવું જ અભિષેક અને ઐશ્વર્યાની લાડલી આરાધ્યા સાથે થયું છે. એક યૂ ટ્યૂબ ચેનલ તરફથી ફેક ન્યૂઝ બતાવામાં આવ્યા હતા, જેમાં આરાધ્યાની હેલ્થને લઈને ખોટા ન્યૂઝ બતાવ્યા હતા. આ જોઈને અભિષેકને ખુબ ગુસ્સો આવ્યો. ત્યારે આ બાબતને લઈને આરાધ્યા તરફથી એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં 2 યૂ ટ્યૂબ ચેનલ અને 1 વેબસાઈટ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
11 વર્ષની આરાધ્યા તરફથી કોર્ટ સુધી ફરિયાદ પહોંચતો ચર્ચાનો વિષય બની ગઈ છે. હકીકતમાં જોઈએ તો, એક ફેક ન્યૂઝ બાબતે બચ્ચન પરિવાર તરફથી દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
આ ન્યૂઝમાં આરાધ્યાની લાઈફ સ્ટાઈલ અને હેલ્થને લઈને ખોટી જાણકારી આપવામાં આવી હતી. જે બાદ બચ્ચન પરિવાર તેનાથી ખૂબ નારાજ છે