સિને-જગતઃ ફિલ્મ નિર્માતા વિજય ગલાનીનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર

 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

ફિલ્મ નિર્માતા વિજય ગલાનીનું નિધન થયું છે. તેમણે લંડનમાં અંતિમ શ્વાસ લીધા. મળતી માહિતી મુજબ તેઓ કેન્સર સામે લડી રહ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ લંડનની જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. વિજય ગલાનીએ સલમાન ખાન, અક્ષય કુમાર, બોબી દેઓલ અને ગોવિંદા જેવા કલાકારો સાથે અડધો ડઝન જેટલી ફિલ્મો કરી. વર્ષ 2001માં 'અજનબી'નું નિર્માણ પણ કર્યું હતું, જેમાં અક્ષય કુમાર, બોબી દેઓલ, કરીના કપૂર ખાન હતા.

વિજય ગલાની ખૂબ જ સફળ નિર્માતા હતા, જેઓ બોલિવૂડના બિઝનેસ મોડલને જાણતા હતા. ગલાની ઘણા અગ્રણી કલાકારોની પણ ખૂબ નજીક હતા. નિર્માતા તરીકે વિજયની ફિલ્મોગ્રાફીમાં સૂર્યવંશી (1992), અચાનક (1998)નો સમાવેશ થાય છે. તેણે વર્ષ 2001માં 'અજનબી'નું નિર્માણ પણ કર્યું હતું, જેમાં અક્ષય કુમાર, બોબી દેઓલ, કરીના કપૂર ખાન અને બિપાશા બાસુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિજય ગલાની છેલ્લા ત્રણ મહિનામાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે તેમના પરિવાર સાથે લંડન ગયા હતા. થોડા મહિના પહેલા જ તેને ખબર પડી કે, તે પોતે પણ કેન્સરથી પીડિત છે. વિજયના નિધનના સમાચાર આવ્યા બાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. તેમના નિધન પર સેલેબ્સ શોક વ્યક્ત કરી રહ્યા છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા કપૂર પરિવારથી પણ એક દુ:ખદ સમાચાર સામે આવ્યા હતા. નીતુ કપૂર (Neetu Kapoor) અને તેમની પુત્રી રિદ્ધિમા કપૂર સાહની હજી પણ તેમના પિતા ઋષિ કપૂરની યાદોમાંથી પોતાને બહાર કાઢવામાં અસમર્થ હતા ત્યારે પરિવારના અન્ય એક વિશેષ વ્યક્તિએ દુનિયાને અલવિદા કહ્યું. રણબીર કપૂર (Ranbir Kapoor)ની બહેન, રિદ્ધિમાના સસરાનું અવસાન થયું છે. રિદ્ધિમા કપૂર સાહનીએ સોશિયલ મીડિયા પર આ દુઃખદ માહિતી શેર કરી હતી. તેમણે તેમના સસરા શ્રવણ સાહનીની એક તસવીર શેર કરીને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેણે લખ્યું- 'અમે તમને ખૂબ જ યાદ કરીશું.' એટલું જ નહીં, તેણે તસવીર પર હાર્ટ બ્રેકિંગ ઇમોજી પણ બનાવ્યું છે.