સીનેજગત@દેશ: ધ કેરાલા સ્ટોરી' ફિલ્મ ઉપર પ્રતિબંધ મામલે અરજદારો સુપ્રિમમાં, સમર્થન/વિરોધ વચ્ચે ફિલ્મ અટવાઇ
- પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કરતા અરજદારો સુપ્રીમ કોર્ટમાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
- વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે વહેલી સુનાવણીની વિનંતી કરી
- ચીફ જસ્ટિસે 15 મેના રોજ સુનાવણીની વાત કરી
કેરળ હાઈકોર્ટે ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કરતા અરજદારો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે વહેલી સુનાવણીની વિનંતી કરી હતી. ચીફ જસ્ટિસે 15 મેના રોજ સુનાવણીની વાત કરી હતી. સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મમાં અદા શર્માએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.
કેરલા સ્ટોરીની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર
કેરળ હાઈકોર્ટે 5 મેના રોજ ફિલ્મ ધ કેરલા સ્ટોરીની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે એમ પણ કહ્યું કે ફિલ્મના ટ્રેલરમાં કોઈ ચોક્કસ સમુદાય વિરુદ્ધ કંઈ પણ વાંધાજનક નથી. કોર્ટે આદેશ આપતા પહેલા ફિલ્મનું ટ્રેલર જોયું. ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું કે આ ફિલ્મમાં ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ કંઈ નથી.
'ધ કેરલા સ્ટોરી' પર વિવાદ યથાવત
કેરળ હાઈકોર્ટે કહ્યું કે આ ફિલ્મમાં મુસ્લિમ ધર્મ પર કોઈ આરોપ લગાવવામાં આવ્યો નથી, બલ્કે ISISની વાર્તા બતાવવામાં આવી છે. વાસ્તવમાં, આ ફિલ્મમાં તે યુવતીઓની વાર્તા છે જેઓ નર્સ બનવા માંગતી હતી, પરંતુ ISISની આતંકી બની ગઈ. આ ફિલ્મને લઈને દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં CM મમતા બેનર્જીએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે જ્યારે યુપી સરકારે તેને ટેક્સ ફ્રી કરી દીધો છે.