ફિલ્મ@બોલિવુડ:ગદર 2 નું ટ્રેલર રિલીઝ, વર્ષો પછી પણ સની ભરપૂર એક્શન સાથે જોવા મળ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બોલીવુડમાં એક પછી એક સુપરહીટ ફિલ્મો આવી રહી છે.હાલમાં સનીદેવલ અને અમીષા પટેલની ગદર-2ના ટ્રેલરની શરૂઆત પાકિસ્તાનના એક સીનથી થાય છેઆ ફિલ્મ હાલ ખુબજ ચર્ચામાં છે.ફેન્સ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારે ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. આ પહેલા ફિલ્મનું પોસ્ટર ટીઝર અને કેટલાક ગીતો રિલીઝ કરવામાં આવ્યા છે. હાલમાં ટ્રેલરને લઈને ફેન્સનું એક્સાઈટમેન્ટ સાતમા આસમાને છે. હાલમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.ટ્રેલર જોયા પછી ફેન્સની ખુશીનો પાર નથી. મેકર્સની સાથે સની દેઓલને પણ તેની ‘ગદર 2’થી ઘણી આશાઓ છે. છેલ્લા ઘણા દિવસોથી સ્ટાર્સ આ ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. 2001માં રિલીઝ થયેલી ફિલ્મની વાર્તાને આગળ વધારવામાં આવી છે. પરંતુ ટ્રેલર જોઈને તમને જૂની ગદર પણ યાદ આવી જશે. પહેલા ભાગ સાથે વાર્તાને નજીકથી જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી લોકોમાં એ જ જુનો ઉત્સાહ ફરી એક વાર તાજી થઈ શકે.
ટ્રેલરની શરૂઆત પાકિસ્તાનના એક સીનથી થાય છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ક્રશ ઈન્ડિયાના નારા લગાવતા જોવા મળે છે અને કહે છે કે આવતા શુક્રવારે દિલ્હી અમારી હશે. સની દેઓલ આગળ જોવા મળે છે જે પાકિસ્તાની આર્મી ઓફિસર સાથે બેઠેલો જોવા મળે છે. તે અધિકારી તેને કહે છે, “યુદ્ધની સંભાવના છે, તારા સિંહ જી બેકઅપની તૈયારી કરવા માંગે છે.”આગળ તારા સિંહ તેની ટ્રક સાથે જોવા મળે છે અને કેટલાક લોકો પર પોતાનું વર્ચસ્વ બતાવતો જોવા મળે છે. ટ્રેલરમાં અમીષ પટેલ સકીનાના રોલમાં જોવા મળી રહ્યો છે. તારા અને સકીના રોમેન્ટિક લાગી રહ્યાં છે. આગળ ઉત્કર્ષ શર્મા તારા સિંહના પુત્રના રોલમાં જોવા મળે છે. બંને પિતા-પુત્ર બાઈક પર સવારી કરતા જોવા મળે છે. આ સીનમાં ‘મેં નિકલી ગદ્દી લેકર’ ગીત વાગે છે.
પાકિસ્તાનની કેદમાં છે તારા સિંહનો પુત્ર
પહેલાથી જ એવું કહેવામાં આવી રહ્યું હતું કે ગદર 2માં તારા સિંહ પોતાના પુત્રને બચાવવા પાકિસ્તાન જશે. ટ્રેલરમાં આ જોવા મળી રહ્યું છે. ઉત્કર્ષ પાકિસ્તાનીઓની કેદમાં છે અને સની દેઓલ તેને બચાવવા લાહોર પહોંચે છે. તે દરમિયાન તે ખૂબ જ જોરદાર લાગી રહ્યો છે, જેને જોતા 2001માં તારા સિંહનું પરફોર્મન્સ આવી રહ્યું છે.