મનોરંજ@દેશ: 'ગદર 2'-'જેલર' આ બંને ફિલ્મોએ કરી બમ્પર કમાણી,આંકડો જાણીને આંખો પહોળી થઇ

મનોરંજનની દુનિયામાં આ દિવસો ખાસ બની ગયા છે.
 
મનોરંજ@દેશ: 'ગદર 2'-'જેલર' આ બંને ફિલ્મોએ કરી બમ્પર કમાણી,આંકડો જાણીને આંખો પહોળી થઇ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

11/08/2023 ના રોજ રિલીજ થયેલી ફિલ્મે ધમાલ મચાવી દિધી છે.પબ્લિકને આ ફિલ્મ ખુબજ પસંદ આવી રહી છે.લોકોના ટોળા ફિલ્મ જોવા ઉમટી પડ્યા છે. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર માત્ર 4 દિવસમાં 400 કરોડથી પણ વધારે કલેક્શન કરી લીધુ છે. આમાં રજનીકાંતની જેલર અને સની દેઓલની ગદર 2 સૌથી આગળ છે. બન્ને કલાકારોના ફેન ફોલોઇંગ બહુ છે, જેની સીધી અસર કલેક્શન પર જોવા મળી રહી છે. જેલર અને ગદર 2 પછી અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી 2 ત્રીજા નંબર આવે છે.ફિલ્મની કહાની દર્શકોને ખૂબ પસંદ પડી રહી છે.

રજનીકાંતની ફિલ્મ જેલર 10 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ હતી, જ્યારે એક દિવસ પછી એટલે 11 ઓગસ્ટના રોજ ગદર 2, ઓએમજી 2 રિલીઝ થઇ હતી. સૌથી પહેલાં જેલર મુવીના કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મએ 3 દિવસમાં worldwide 220 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બીજા નંબર પર સની દેઓલની ગદર 2 છે. ગદરને પહેલા પાર્ટ જેવો જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મએ અત્યાર સુધીમાં ઇન્ડિયા કલેક્શન 152 કરોડ રૂપિયા છે.

અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી 2 સની દેઓલની ગદર 2 સામે ઉતરી હતી અને આની અસર કલેક્શન પર જોવા મળી. ફિલ્મની કહાની લોકોને પ્રભાવિત કરી રહી છે. ઇન્ડિયન કલેક્શન લગભગ 75 કરોડ રૂપિયા છે. જો કે ગદર 2ના આ કલેક્શનનો આંકડો જાણીને લોકો છક થઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયામાં સિનેમાઘરોમાં ફુટફોલ પણ વધારે જોવા મળ્યો. 4 દિવસમાં જેલર મુવીનું 93 લાખ, ગદર 2નું 70 લાખ, ઓએમજી 2નું 20 લાખ ટિકિટનું વેચાણ થયુ છે. આ સિવાય Christoper Nolan ની ફિલ્મ Oppenheimer ની અઠવાડિયામાં લગભગ 1 લાખ ટિકિટનું વેચાણ થયુ છે. મળતી માહિતી અનુસાર 4 દિવસોમાં આ બધી ફિલ્મોના કલેક્શનનો આંકડો 400 કરોડથી પણ વધારે રહ્યો છે. આમ, 15 ઓગસ્ટની રજાઓમાં હજુ પણ વધારે કલેક્શન કરી શકે છે. ખાસ કરીને રજનીકાંતની જેલર અને સની દેઓલની ગદર 2 આ લિસ્ટમાં મોખરે છે.