મનોરજન@દેશ: બોલિવૂડ એક્ટર સની દેઓલના પુત્ર કરણ દેઓલે ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે લગ્ન કર્યા ,જાણો વધુ વિગતે
લગ્ન દરમિયાનના ફોટા અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
Jun 19, 2023, 15:13 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બોલિવૂડ એક્ટર સની દેઓલના પુત્ર કરણ દેઓલે ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે લગ્ન કર્યા છે. લગ્ન દરમિયાનના ફોટા અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પુત્રના લગ્ન પ્રસંગે પિતા સની દેઓલ અને કાકા બોબી દેઓલ પણ ખૂબ જ ખુશ છે. આખુ દેઓલ પરિવારમાં આનંદનો માહોલ છે. સની દેઓલે ઘરમાં નવા સભ્યનું સ્વાગત કર્યું છે અને ફોટા શેર કર્યા છે.સની દેઓલે ફોટા સાથે કેપ્શનમાં લખ્યું - આજે મને એક સુંદર પુત્રી મળી. ભગવાન બંને બાળકોને આશીર્વાદ આપે. આ સિવાય સની દેઓલના ભાઈ અને કરણ દેઓલના કાકા બોબી દેઓલે પણ લગ્ન સમારોહની તસવીરો શેર કરી ખુશી વ્યક્ત કરી હતી. બોબીએ ન્યૂલી વેડ્સ કપલની તસવીરો સાથે લખ્યું - પરિવારમાં દીકરીને મેળવીને હું ધન્ય અનુભવું છું. ભગવાન તે બંનેને આશીર્વાદ આપે