આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

બુધવારે પાકીસ્તાની વિમાનોએ ભારતમાં ઘુસી હુમલો કરવાની નિષ્ફળ કોશિષ કરતા સમગ્ર આંતરરાષ્ટ્રીય બોર્ડર હાઇએલર્ટ પર છે. ગુજરાતની બનાસકાંઠા સરહદે આવેલી નેનાવા ચેક પોસ્ટ પર ધાનેરા પોલીસ ધ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે.
મહત્વનું છે કે, પુલવામાના આંતકી હુમલા પછી ભારતીય વાયુ સેનાએ મંગળવારે પાકીસ્તાનમાં ઘુસીને ત્યાં આંતકીવાદીઓના કેમ્પ પર હુમલો કર્યો હતો. જેનાથી ભારતભરમાં ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ પોતાની હરકતોથી બાજ ના આવતા પાકીસ્તાન વિમાનોએ બુધવારે ભારતમાં ઘુસવાની નિષ્ફળ કોશિષ કરી હતી. જોકે ભારતીય સેનાની જવાબી કાર્યવાહીથી પાકીસ્તાની વિમાન પરત ફર્યા હતા. જેના કારણે જમ્મુ કાશ્મીરના ૪ એરપોર્ટ હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે.
ગુજરાતની તમામ ચેક પોસ્ટ ઉપર સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે, બનાસકાંઠા જિલ્લામાં આવેલી અને ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર આવેલી નેનાવા ચેક પોસ્ટ ઉપર પણ ધાનેરા પોલીસ ધ્વરા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. અને અવર જ્વર કરતા તમામ વાહનોની જીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનુ છે કે,

પાકિસ્તાન બોર્ડર નજીક હોવાથી પોલીસ પણ સતર્ક બની છે. ધાનેરાના પી.આઈ સોલંકીની નજર હેઠળ સમગ્ર પોલીસ સ્ટાફ ગંભીરતાને સમજીને વાહન ચેકીંગ કે અન્ય ચેકીંગમાં ઝીણવટ ભરી તપાસ કરીને બોર્ડરથી વાહનને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

18 Sep 2020, 10:42 AM (GMT)

COVID-19 Global Stats

30,379,527 Total Cases
951,144 Death Cases
22,062,299 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code