આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બોટાદ

ગઢડામાં સ્વામિનારાયણ ભગવાનની 200 વર્ષ જૂની પરંપરા છેલા 12 વર્ષથી તૂટી રહી હતી. ગોપીનાથજી સ્વામિનારાયણ મદિરમાં આચાર્ય પક્ષ દ્વારા જળજીલણી એકાદશીના દિવસે નીકળતી ઠાકોરજીની જળયાત્રા કાઢવામાં આવતી હતી, પરતું 2007માં જે રસ્તા પરથી પાલખીયાત્રા નીકળે છે તે રસ્તો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા બંધ કરી દેતા વિવાદ સર્જાયો હતો. આ કારણે છેલ્લા 12 વર્ષથી જળઝીલણી એકાદશીના દિવસે નીકળતી ઠાકોરજીની જળયાત્રા નીકળતી નથી.

swaminarayan

જળજીલણી યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે સીએમ વિજય રૂપાણી પણ આ જળયાત્રામાં સામેલ થવા માટે ગઢડા પહોંચી ગયા છે. આ વર્ષે દેવપક્ષની નવી બોડી મદિમાં આવતા તેમના દ્વારા પાલખી યાત્રા કાઢવાનું નક્કી કરાયું છે. જળજીલણી એકાદશીના દિવસે સ્વામિનારાયણ ભગવાન સોનાની પાલખીમાં ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ઠાકોરજીને ગઢડામાં આવેલ ઘેલો નદીમાં જળ આહાર કરાવતા હતા. ત્યારથી ગઢડામા જળજીલણી એકાદશીના દિવસે લાખો હરિભકતોની હાજરીમાં વાજતે ગાજતે ઠાકોરજીની પાલખી યાત્રા કાઢવામાં આવતી હતી.

પરંતુ ગઢડામા જે રસ્તા પરથી ઠાકોરજીની જળયાત્રા પસાર થતી હતી તે રસ્તો 2007માં BAPS મંદિર દ્વારા નગરપાલિકા પાસેથી ખરીદી લીધી હતી અને ઠાકોરજીની જળયાત્રા રુટ પર દીવાલ બનાવી દેતા વિવાદ સર્જાયો હતો. દીવાલ મામલે હરિભકતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું અને દિવાલકાંડ સજાયો હતો.

20 Sep 2020, 11:06 AM (GMT)

COVID-19 Global Stats

31,021,718 Total Cases
962,023 Death Cases
22,621,349 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code