બોટાદ: કોરોના પોઝિટીવ 80 વર્ષનાં વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર,ડેસ્ક બોટાદમાં કોરોનાનાં કારણે પ્રથમ મોત નીપજ્યુ છે. તાજા જાણકારી મુજબ ગઈ કાલે બુધવારે બોટાદનાં 80 વર્ષનાં વૃદ્ધને કોરોનાનાં લક્ષણો હોવાનુ જાણ થતા તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટીવ આવ્યો હતો. વૃદ્ધનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને સાળંગપુર કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. દરમિયાન તેમની હાલત રાત્રીનાં સમયે બગડી હતી. તબિયત વધુ ખરાબ
 
બોટાદ: કોરોના પોઝિટીવ 80 વર્ષનાં વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર,ડેસ્ક

બોટાદમાં કોરોનાનાં કારણે પ્રથમ મોત નીપજ્યુ છે. તાજા જાણકારી મુજબ ગઈ કાલે બુધવારે બોટાદનાં 80 વર્ષનાં વૃદ્ધને કોરોનાનાં લક્ષણો હોવાનુ જાણ થતા તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટીવ આવ્યો હતો. વૃદ્ધનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને સાળંગપુર કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. દરમિયાન તેમની હાલત રાત્રીનાં સમયે બગડી હતી. તબિયત વધુ ખરાબ થતા ડૉક્ટરની ટીમ હરકતમાં આવી ગઇ અને તેમને અથાગ મહેનત કરી તે વૃદ્ધને બચાવવાની પરંતુ તેમ છતા તે વૃદ્ધનું મોત થયુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં 21 દિવસનાં લોકડાઉનનો સમય પૂર્ણ થયા બાદ એકવાર ફરી PM મોદીએ વધુ 19 દિવસનું લોકડાઉનનો આદેશ આપ્યો છે. જો કે આ લોકડાઉન દરમિયાન પણ કોરોનાનાં કેસમાં નોંધરપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાનાં કુલ પોઝિટીવ દર્દી હવે 766 થઇ ગયા છે. જ્યા 33 લોકોએ આ મહામારીથી લડતા પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે 64 લોકો એવા પણ છે કે જેઓ આ બિમારીથી ઠીક થઇ ગયા છે.