આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી

છેલ્લા કેટલાક સમયથી વઢિયાર-નિયડ બ્રહ્મ સમાજની સતત પ્રગતિ અને જ્ઞાન સમૃદ્ધિ માટે પ્રભાવશાળી વ્યક્તિત્વ કામ કરી રહ્યું છે. યુવાનીકાળથી પછાત વિસ્તારમાં જાણે ધૂણી ધખાવી બ્રાહ્મણ સમાજના વિકાસ માટે લડત આપી રહ્યા છે બ્રહ્મચારી બાપુ. પોતાના થકી સમાજના યુવાનોનુ પણ વ્યક્તિત્વ નિખારવા મથી રહ્યા છે બાપુ. જાણો વિગતવાર અહેવાલ.બ્રહ્મચારી બાપુ મૂળ પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામના વ્યાસ પરિવારમાંથી આવે છે. નોકરી વ્યવસાય કરતા કરતા કર્મ અને બંધનના ગુણાકારથી જ્ઞાનનો વિસ્ફોટ ક્યારે થઈ ગયો તે પરિવારને પણ ખબર ન પડી. અચાનક સંન્યાસ લેવાનું જાહેર કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. જ્ઞાનની ભૂખ અને મહાદેવની સમીપ જવાની અતૂટ શ્રદ્ધા વચ્ચે નિજાનંદ બાપુ નામ ધારણ કરી લીધું.

નિજાનંદ બાપુએ સંન્યાસ બાદ પાટણ વાળા પંથકને બદલે વઢીયાર-નિયડ વિસ્તાર પસંદ કરી જ્ઞાનની ધૂણી ધખાવવાનુ નક્કી કર્યું. રાધનપુર નજીક ગોતરકા ગામે મહાદેવના મંદિરમાં સમાજનુ પ્રગતિનુ તપ શરૂ કર્યું. આ પછી બ્રહ્મ સમાજ સહિતના હિન્દુ સમાજ માટે જાણે જ્ઞાનની ધારાઓ વહેતી કરી દીધી. મહેસાણા પાટણ અને બનાસકાંઠા સહિતના પંથકમાં સરકારી, રાજકીય અને સામાજિક કાર્યક્રમોમાં સમાજ અને દેશને પ્રગતિના સંદેશાઓ થકી બ્રહ્મચારી બાપુ ખૂબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય થવામાં સફળ રહ્યા છે.બ્રહ્મચારી બાપુના જ્ઞાનનો વળતર આપવા ભક્તો દર પૂનમે ભવ્ય કાર્યક્રમ ગોઠવી આશીર્વાદ મેળવે છે. છેલ્લા કેટલાયે મહિનાઓની બાપુની મહેનતને અંતે વઢિયાર-નિયડ બ્રહ્મ સમાજમાં શિક્ષણ, વ્યવસાય, નોકરી સહિતના ક્ષેત્રોમાં વિરલાઓની સંખ્યા વધી રહી છે.

(આ સમાચાર માટે તમારી પ્રતિક્રિયા જણાવો અમારા વોટ્સએપ નંબર 7600783277 ઉપર.)

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code