બ્રેકિંગ@મહેસાણા: પવન સાથે વરસાદનું રૌદ્ર સ્વરૂપ, ભર ઊનાળે ચોમાસું
અટલ સમાચાર, મહેસાણા મહેસાણામાં અચાનક બપોરે ત્રણ વાગ્યે વાવાઝોડા સાથે વરસાદનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. કડાકા અને વીજળી સાથે પવનની ગતિ એકદમ વધી ગઈ છે. જેમાં વરસાદ અને વાવાઝોડાના જોરમાં નાગરિકો હેબતાઇ ગયા છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો છે. મહેસાણા સહિત જિલ્લાભરમાં મંગળવારે સવારે ચોમાસા જેવું વાતાવરણ બન્યું છે. જેમાં અચાનક
Apr 16, 2019, 15:46 IST

અટલ સમાચાર, મહેસાણા
મહેસાણામાં અચાનક બપોરે ત્રણ વાગ્યે વાવાઝોડા સાથે વરસાદનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. કડાકા અને વીજળી સાથે પવનની ગતિ એકદમ વધી ગઈ છે. જેમાં વરસાદ અને વાવાઝોડાના જોરમાં નાગરિકો હેબતાઇ ગયા છે.
ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો છે.
મહેસાણા સહિત જિલ્લાભરમાં મંગળવારે સવારે ચોમાસા જેવું વાતાવરણ બન્યું છે.
જેમાં અચાનક ત્રણ વાગ્યાના સુમારે જોરદાર વીજળી અને કડાકા શરૂ થઇ ગયા છે. વાવાઝોડાનું જોર અને વરસાદથી પતરા ઉડી ગયા છે.
વ્યાપારીઓ, ખેડૂતો અને રાહદારીઓમાં દોડધામ વધી ગઇ છે. ભર ઉનાળે ભયંકર વાવાઝોડા સાથે વરસાદથી ચોમાસા જેવો માહોલ બની ગયો છે.
ખુલ્લામાં પડેલું અનાજ અને ચીજવસ્તુઓને બચાવવા ધમાચકડી મચી ગઈ છે. વાવાઝોડું અને વરસાદ સરેરાશ અડધો કલાકથી સતત ચાલુ હોવાથી વીજળી પણ ડુલ થઈ ગઈ છે.