આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર બાલસખા કૌભાંડ મામલે ઘટનાક્રમમાં તબક્કાવાર વળાંકો આવી રહ્યા છે. અટલ સમાચાર ડોટ કોમની તપાસમાં બહાર આવેલા લાભાર્થીઓનો સંપર્ક થઈ રહ્યો છે. કૌભાંડની સત્તાવાર તપાસથી બચવા હોસ્પિટલના સંચાલકો હવાતિયાં મારી રહ્યા છે. ગામનાં આગેવાનોને લઈ લાભાર્થીઓને વિનંતીઓ અને સમજાવટ કરી નિવેદન લેવા દોડી રહ્યા છે. જોકે આનાથી સરકારી તપાસને કોઈ અસર નહિ થાય તેવું આરોગ્ય અધિકારી ભરત ગોસાઇએ જણાવ્યું છે. નાયકાની મૃતક બાળકીનો કેસ અત્યંત ગંભીર હોઇ ભયભીત બની દોડધામ વધારી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલી સાંઇકૃપા હોસ્પિટલના બાલસખા યોજનામાં ચોંકાવનારી ભૂમિકા બહાર આવી છે. અટલ સમાચાર ડોટ કોમના અહેવાલ બાદ હોસ્પિટલના સત્તાધીશોએ યુધ્ધના ધોરણે બચવાની કવાયત શરૂ કરી છે. જેમાં સ્થાનિક આગેવાનોને લઈ લાભાર્થીઓને મળી લેખિત નિવેદન આપવા વિનંતી કરી રહ્યા છે. આ સાથે લાભાર્થીઓને વિવિધ રીતે પોતાના પક્ષમાં કરી પુરાવા ઉભા કરવા નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે. જેમાં સમી તાલુકાના નાયકા ગામનો કેસ ઊંઘ હરામ કરી શકે તેવો હોઇ બચવા માટે હવાતિયાં મારી રહ્યા છે. મૃતક બાળકીના માતા-પિતાને સમજાવી અગાઉ આપેલા નિવેદનો ખોટા હોવાનું લખાણ કરાવતાં ખુલ્લા પડી ગયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અનેક લાભાર્થીઓએ જેટલા દિવસો સારવાર લીધી તેનાથી વધુ દિવસો સાંઇકૃપા હોસ્પિટલે બતાવ્યા છે. જેની તપાસ અગાઉથી ચાલી રહ્યા દરમ્યાન અટલ સમાચાર ડોટ કોમનો અહેવાલ પ્રસિદ્ધ થયો છે. જેમાં નાયકા ગામની બાળકી માત્ર ચાર દિવસ સુધી જીવી તો હોસ્પિટલે આઠ દિવસ કેવી રીતે સારવાર આપી ? આ કેસ સૌથી મોટી કાર્યવાહી કરાવી શકતો હોઇ હોસ્પિટલના સત્તાધીશો દોડી રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code