આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ગિરીશ જોશી

મહેસાણા અને પાટણ જિલ્લા પંચાયત દ્વારા આગામી ટૂંક સમયમાં બજેટ બેઠક બોલાવવામાં આવશે. આથી સત્તાધીશો દ્વારા બજેટને આખરી ઓપ આપવા મથામણ ચાલી રહી છે. જ્યારે બીજી તરફ નારાજ સભ્યો દ્વારા વિપક્ષ સાથે મળી બજેટ નામંજૂર કરવા દોડધામ શરૂ થતા પંચાયતી ગરમાવો વધી રહ્યો છે.

કોંગ્રેસ શાસિત મહેસાણા જ્યારે ભાજપ અને બળવાખોરો શાસિત પાટણ જિલ્લા પંચાયતના બજેટ અંગે સવાલો ઊભા થયા છે. પ્રમુખ સહિતના આગેવાનો સામે છેલ્લા કેટલાક દિવસોની નારાજગી બજેટ બેઠક દરમિયાન બહાર આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને જિલ્લા પંચાયતમાં સત્તાધીન પાર્ટીના સદસ્યો સામે કેટલાક સભ્યો લાલઘૂમ ચાલી રહ્યા છે.

મહેસાણા જિલ્લા પંચાયતમાં કેટલાક કમિટી ચેરમેન અને કેટલાક સત્તાથી વિમુખ સદસ્યો નારાજ છે. જ્યારે પાટણ જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના મોટાભાગના સભ્યો પ્રમુખની કાર્યશૈલીથી નારાજ છે. આથી બજેટ રોકવા તૈયારીઓ થઈ રહી છે.

ઉત્તર ગુજરાતની બે જિલ્લા પંચાયત સિવાય તાલુકા પંચાયત અને નગરપાલિકાના બજેટ પણ નામંજૂર કરવા એકબીજાનો સંપર્ક કરી અભિપ્રાય લેવાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ઉત્તર ગુજરાતમાં મોટાભાગની પંચાયત-પાલિકામાં બજેટ પસાર કરવું કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની શકે છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code