વિરમગામઃ ત્રીજા દિવસે 700થી વધુ વિઘામાં પાણી આવતા ખેડૂતોને રોવાનો વારો

અટલ સમાચાર, ડેસ્ક વિરમગામમાં આજે સતત ત્રીજા દિવસે પણ ખેતરોમાં પાણી આવવાનું બંધ થયુ નથી. બીજી તરફ આ ખેડૂતોની કફોડી હાલત જોવા માટે પણ કોઇ અધિકારીઓ આવ્યાં પણ નથી. કેનાલમાંથી પાણી ઓવરફ્લો થતા થુલેટા, સૂરજગઢ, સહિતનાં ગામોના ખેતરોમાં કેનાલના પાણી ઘુસી જતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આશરે 700થી વધારે વિઘામાં રવિપાકને નુકસાન
 
વિરમગામઃ ત્રીજા દિવસે 700થી વધુ વિઘામાં પાણી આવતા ખેડૂતોને રોવાનો વારો

અટલ સમાચાર, ડેસ્ક

વિરમગામમાં આજે સતત ત્રીજા દિવસે પણ ખેતરોમાં પાણી આવવાનું બંધ થયુ નથી. બીજી તરફ આ ખેડૂતોની કફોડી હાલત જોવા માટે પણ કોઇ અધિકારીઓ આવ્યાં પણ નથી. કેનાલમાંથી પાણી ઓવરફ્લો થતા થુલેટા, સૂરજગઢ, સહિતનાં ગામોના ખેતરોમાં કેનાલના પાણી ઘુસી જતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આશરે 700થી વધારે વિઘામાં રવિપાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોની માંગણી છે કે, સરકાર અમારી સામે જુએ અને અમને જે નુકસાન થયું છે તેનું વળતર આપે.

અમદાવાદ જીલ્લાનાં વિરમગામ તાલુકાના અનેક ગામડાઓમાંથી નર્મદા મુખ્ય કેનાલ સહિત પેટા કેનાલો પસાર થઈ રહી છે. ત્યારે વિરમગામ તાલુકાનાં નળકાંઠા વિસ્તારમાં આવેલ જીલેટા સુરજગઢ ગામના ખેતરોમાં વિરોચરનગર ઘોડા ગામની પસાર થતી કાચી કેનાલમાં ફતેવાડી કેનાલમાં પાણી છોડતા કેનાલ ઓવરફ્લો થતા રવીપાકને નુકશાન થયું છે. ખેડૂતોનાં ઘઉં, જીરૂ, એંરડા, જુવાર, સહિતનાં રવિપાકને નુકશાન પહોંચ્યું છે. જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

આ લોકોએ અમારી જાણ બહાર જ પાણી છોડી દીધું એટલે બધું પાણી ખેતરોમાં આવી ગયું. હવે તંત્ર પાસે અમારી માંગ છે કે, નર્મદાનું પાણી અમને જોઇએ છે. પરંતુ પહેલા બંન્ને બાજુ પાકુ ચણતર કરી દે અને પછી પાણી છોડે. તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોનાં 25થી 30 હજાર રૂપિયાનું નુકસાન થયું છે. તો સરકાર અમને સહાય કરે. ‘ રાજ્ય સરકાર-દ્વારા ખેડૂતો રવિપાક લઈ શકે તે માટે વિરોચરનગર ઘોડાગામની પસાર થતી કાચી કેનાલમાં ફતેવાડી કેનાલમાં પાણી છોડાયું હતું. વિરમગામ તાલુકાનાં જીલેટા અને સુરજગઢ ગામનાં ખેડૂતોના ખેતરોનાં કેનાલ ઓવરફલો થતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં.