બ્રેકિંગ@અમદાવાદ: આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 કલાક સુધી કરફ્યૂ જાહેર કરાયો

અટલ સમાચાર,ડેસ્ક દિવાળીના તહેવારો વચ્ચે કોરોના સંક્રમણ વધતાં અમદાવાદમાં કોરોના કેસનો ફરી રાફડો ફાટ્યો છે. આ તરફ રાજ્ય સરકારે આજે એક મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેરમાં હવે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય આવતીકાલથી અમલમાં આવશે. સાથે આગામી સુચના ના મળે ત્યાં સુધી આ નિર્ણય
 
બ્રેકિંગ@અમદાવાદ: આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 કલાક સુધી કરફ્યૂ જાહેર કરાયો

અટલ સમાચાર,ડેસ્ક

દિવાળીના તહેવારો વચ્ચે કોરોના સંક્રમણ વધતાં અમદાવાદમાં કોરોના કેસનો ફરી રાફડો ફાટ્યો છે. આ તરફ રાજ્ય સરકારે આજે એક મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેરમાં હવે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય આવતીકાલથી અમલમાં આવશે. સાથે આગામી સુચના ના મળે ત્યાં સુધી આ નિર્ણય લાગુ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@અમદાવાદ: આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 કલાક સુધી કરફ્યૂ જાહેર કરાયો

રાજ્ય સરકારના એસીએસ ડો.રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ વધી રહેલા કોરોના વાયરસના કેસ તથા શિયાળો શરૂ થતા આગમચેતીના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં રાત્રી કરફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ નિર્ણય આવતીકાલ 20 નવેમ્બરથી લાગુ થશે. સાથે એમ પણ જણાવ્યું હતું કે, આગામી નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી આ કરફ્યૂનો નિયમ લાગુ રહેશે.