બ્રેકિંગ@અમદાવાદ: દાણીલીમડા અને કોટ વિસ્તારમાં 21 એપ્રિલ સુધી કર્ફ્યૂ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા વધી છે. વડોદરામાં નવા પાંચ કેસ નોંધાયા છે આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 622 થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3જી મે સુધી લોકડાઉનને લંબાવ્યુ છે. ગુજરાતમાં કોરનાનું સંકટ ઘેરૂ બન્યુ છે. જ્યારે એકલા અમદાવાદમાં જ 351 કેસ નોંધાતા તંત્રની ઉંઘ ઉડી ગઈ છે. 26 લોકોના
 
બ્રેકિંગ@અમદાવાદ: દાણીલીમડા અને કોટ વિસ્તારમાં 21 એપ્રિલ સુધી કર્ફ્યૂ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા વધી છે. વડોદરામાં નવા પાંચ કેસ નોંધાયા છે આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 622 થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3જી મે સુધી લોકડાઉનને લંબાવ્યુ છે. ગુજરાતમાં કોરનાનું સંકટ ઘેરૂ બન્યુ છે. જ્યારે એકલા અમદાવાદમાં જ 351 કેસ નોંધાતા તંત્રની ઉંઘ ઉડી ગઈ છે. 26 લોકોના મોત થયા છે. તો આ સાથે જ આવતીકાલથી શહેરના દાણીલીમડા અને કોટ વિસ્તારમાં કરફ્યુંનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે આજરોજ મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી એક ખાસ બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. જેમાં અમદાવાદના દાણીલીમડા તથા કોટ વિસ્તારમાં આવતીકાલથી 21 એપ્રિલ સુધી કરફ્યુંની જાહેરાત કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન રોજ 3 કલાક બપોરે 1થી 4 સુધી મુક્તિ આપવામાં આવશે જેમાં માત્ર મહિલાઓ ઘરની બહાર નીકળી શકશે તે પણ જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા માટે. આવતી કાલે સવારે 6 વાગ્યાથી આ કર્ફ્યુનું અમલ કરવામાં આવશે.