બ્રેકિંગ@અમદાવાદ: કુરિયર મારફતે એમ.ડી. ડ્રગ્સની હેરાફેરી કરતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કુરિયર સેવાનો દુરુપયોગ કરીને એમ.ડી. ડ્રગ્સની હેરાફેરી કરતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ કુરિયર મારફતે ડ્રગ્સની સપ્લાય કરતા હતા. કુરિયરમાં આવતા દરેક પાર્સલનું સંપૂર્ણ ચેકિંગ થતું ન હોવાથી આરોપીઓ પોલીસ અને તપાસ એજન્સીઓની નજરથી બચવા માટે આ રીત અપનાવતા હતા. આ માહિતી મળ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ હાથ ધરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 371 ગ્રામથી વધુ એમ.ડી. ડ્રગ્સ, બે મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત કુલ 37 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કુરિયર સેવાનો દુરુપયોગ કરીને એમ.ડી. ડ્રગ્સની હેરાફેરી કરતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી, જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ કુરિયર મારફતે ડ્રગ્સની સપ્લાય કરતા હતા. કુરિયરમાં આવતા દરેક પાર્સલનું સંપૂર્ણ ચેકિંગ થતું ન હોવાથી આરોપીઓ પોલીસ અને તપાસ એજન્સીઓની નજરથી બચવા માટે આ રીત અપનાવતા હતા. ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડપહોંચાછે.શે..રોપી પાસેથી 371 ગ્રામથી વધુ એમ.ડી. ડ્રગ્સ, બે મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત કુલ 37 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાજસ્થાનના બાલોતરાથી એમ.ડી. ડ્રગ્સ મંગાવતા હતા અને અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી કુરિયર મારફતે વિવિધ ગ્રાહકો સુધી પહોંચાડતા હતા. અત્યાર સુધી એક કુરિયર મારફતે ડ્રગ્સ મોકલ્યાની માહિતી મળી છે પરંતુ અગાઉ કેટલા કુરિયર દ્વારા ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી હતી તે અંગે હવે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં એ પણ ખુલ્યું છે કે આરોપીઓ સૌથી વધુ ડ્રગ્સ બેંગ્લોર મોકલતા હતા. આગામી દિવસોમાં કુરિયર કંપનીના કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવશે. સાથે જ કુરિયર મારફતે કોને-કોને ડ્રગ્સ મોકલવામાં આવ્યું હતું અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તેની માહિતી એકત્ર કરવામાં આવશે.

