બ્રેકિંગ@અમદાવાદ: ભાજપ કાર્યાલય સહિત સોમનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્ર દોડતું થયુ

 
ભાજપ
ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. ધમકી મળવાની સાથે જ પોલીસ કાફલો, ફાયર બ્રિગેડ અને બોમ્બ સ્કોડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ બોમ્બ સ્કોડ દ્વારા કાર્યાલયના ખૂણે-ખૂણે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ ભાજપ અને અમદાવાદ શહેરના ખાનપુર ભાજપ કાર્યાલય સહિત સોમનાથ મંદિર, કોબા કાર્યાલય અને ભાજપ સેન્ટ્રલ ઓફિસને એક બ્રોડ ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીભર્યો ઈમેલ મળતાની સાથે જ પોલીસ તેમજ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કાર્યાલયોમાં સઘન તપાસ હાથ ધરી હતી.