Thakor Sena Kadi
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અમદાવાદ

લોકસભાની ચૂંટણી માટે ૨૩ એપ્રિલએ મતદાન ગુજરાતમાં થવાનું છે ત્યારે કોંગ્રેસને વધુ એક માર પડીશ શકે તેમ છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન નહીં કરે તેવું અલ્પેશના નજીકના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું જ્યારે બીજી તરફ બીજા કોઈ રાજકીય પક્ષને સમર્થન કરશે કે નહીં તેને લઈને હજુ કોઈ આ નિર્ણય લેવાયો નથી.

જોકે કોંગ્રેસને ઠાકોર સેનાનો સમર્થન નહીં મળે તો ગુજરાતની અનેક લોકસભા સીટ પર તેની માટે કપરા ચડાણ થઈ શકે છે ઠાકોર સેનાના અને અલ્પેશ ઠાકોરની નજીકના મનોજ ઠાકોરને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ઠાકોર સેનાએ વિધાનસભામાં કોંગ્રેસને સમર્થન કર્યું હતું ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં અમે કોંગ્રેસને સમર્થન કરવાના નથી. જોકે વધુ કંઈ કહેવાનો ઇનકાર કરી દીધો હતો અને વેટ ઈન વોચ આટલું જ કહ્યું હતું.

લોકસભાની જે શીટ પર ઠાકોર સેનાના સમર્થકો ચૂંટણી લડી રહ્યા છે તેમને ઠાકોરસેના ખુલીને સમર્થન કરવાની છે જ્યારે આ સિવાયની બેઠકો પર ઠાકોરસેના નિષ્ક્રિય રહેશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code