બ્રેકિંગ@અંબાજી: રસ્તાના કૌભાંડ મામલે સરપંચ સસ્પેન્ડ, તલાટી બચ્યા

અટલ સમાચાર, મહેસાણા દાંતા તાલુકા પંચાયત હેઠળની અંબાજી ગ્રામ પંચાયતમાં બુધવારે રાજકીય ખળભળાટ મચી ગયો છે. કેટલાક વર્ષો અગાઉના રોડ કૌભાંડ મામલે જવાબદારી નકકી કરી સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જયારે તલાટીને કારણદર્શક નોટીસ આપી હોઇ આબાદ બચાવ થયો હોવાનું માનવામાં આવી રહયુ છે. સસ્પેન્શન બાદ સરપંચનો ચાર્જ ઉપસરપંચ કલ્પના પટેલને સોંપવામાં આવ્યો છે. માં
 
બ્રેકિંગ@અંબાજી: રસ્તાના કૌભાંડ મામલે સરપંચ સસ્પેન્ડ, તલાટી બચ્યા

અટલ સમાચાર, મહેસાણા

દાંતા તાલુકા પંચાયત હેઠળની અંબાજી ગ્રામ પંચાયતમાં બુધવારે રાજકીય ખળભળાટ મચી ગયો છે. કેટલાક વર્ષો અગાઉના રોડ કૌભાંડ મામલે જવાબદારી નકકી કરી સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જયારે તલાટીને કારણદર્શક નોટીસ આપી હોઇ આબાદ બચાવ થયો હોવાનું માનવામાં આવી રહયુ છે. સસ્પેન્શન બાદ સરપંચનો ચાર્જ ઉપસરપંચ કલ્પના પટેલને સોંપવામાં આવ્યો છે.

બ્રેકિંગ@અંબાજી: રસ્તાના કૌભાંડ મામલે સરપંચ સસ્પેન્ડ, તલાટી બચ્યા

માં અંબાના અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ રામઅવતાર અગ્રવાલ છેલ્લા કેટલાક સમયથી રોડ કૌભાંડનો સામનો કરી રહયા હતા. આ દરમ્યાન દાંતા તાલુકા પંચાયતે રજુ કરેલ રીપોર્ટને પગલે જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે તત્કાલિન કૌભાંડ મામલે તલાટીને કારણદર્શક નોટીસ આપતા ખુલાસામાં પોતાની સામાન્ય ભુલ હોવાનું સ્વિકાર્યુ હતુ.

સરપંચના સસ્પેન્શન બાદ અંબાજી ગ્રામ પંચાયતના ઉપસરપંચ કલ્પના પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો છે. સમગ્ર મામલે સરપંચે રાજકીય ઇશારાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યુ હતુ. સરપંચ સામે જીલ્લા અને તાલુકા પંચાયતનું વલણ જોતા રાજકીય આલમમાં કહીં ખુશી કહીં ગમનું વાતાવરણ બન્યુ છે.