બ્રેકીંગઃ બનાસકાંઠામાં ભૂકંપ, ડીસાથી 37 કિ.મી. એપીસેન્ટર

અટલ સમાચાર, ડીસા, વડગામ બનાસકાંઠા જિલ્લામાં બુધવારની રાત્રીએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને લઈ લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો. જિલ્લામાં જે જગ્યાએ કંપન અનુભવાયું ત્યાંના લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. આજે બનાસકાંઠા જિલ્લાને કંપને ડરના માર્યા હલાવી મૂક્યું છે. આ કંપને 2001ની યાદ કરાવી ભયમાં મુકી દીધા છે. 26
 
બ્રેકીંગઃ બનાસકાંઠામાં ભૂકંપ, ડીસાથી 37 કિ.મી. એપીસેન્ટર

અટલ સમાચાર, ડીસા, વડગામ

બનાસકાંઠા જિલ્લામાં બુધવારની રાત્રીએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને લઈ લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો. જિલ્લામાં જે જગ્યાએ કંપન અનુભવાયું ત્યાંના લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.

બ્રેકીંગઃ બનાસકાંઠામાં ભૂકંપ, ડીસાથી 37 કિ.મી. એપીસેન્ટર

આજે બનાસકાંઠા જિલ્લાને કંપને ડરના માર્યા હલાવી મૂક્યું છે. આ કંપને 2001ની યાદ કરાવી ભયમાં મુકી દીધા છે. 26 જાન્યુઆરીના રોજ ભારતના 52માં પ્રજાસત્તાક દિવસે વહેલી સવારે 8.46ના કચ્છમાં ખાના-ખરાબી સર્જનાર 2 મિનિટના ભૂકંપે કચ્છને તહસ-નહસ કરી મૂક્યું હતું. જેમાં આશરે 20,000 લોકો મૃત્યુ પામ્યા હતા. જેમાનાં 18 દક્ષિણ પૂર્વ પાકિસ્તાનના પણ હતા. અને 1,67,000 લોકો ઇજા પામ્યા હતા જ્યારે  4,00,000 ઘરોને અસર પહોંચી હતી.

કચ્છને અડીને આવેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા, ધાનેરા, પાંથાવાડા, પાલનપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે 11 વાગ્યાને 10મિનિટ પર ભૂકંપ નો હળવા આંચકા મહેસૂસ થયા હતા. 3.5ની તિવ્રતા સાથે અનુભવાયેલ કંપનનું એ.પી. સેન્ટર ડીસાથી 37 કિલોમીટર નોર્થ ઈસ્ટ બાજુમાં હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.

બુધવારની રાત્રે આફ્ટરશોકથી લોકોમાં ગભરાટ ફેલાઈ જતાં ધાબા ઉપર સુતેલા લોકો નીચે દોડી આવ્યા હતા. તેમજ સંબંધીજનોને ફોન, શોશ્યલ મિડીયા મારફત ખબર અંતર પૂછી રહ્યા છે.

આફ્ટર શોકથી દોડીને ભાગ્યાઃ સ્થાનિક

બહાદુર ભાઈ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, રાત્રે 11ઃ10 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાતા પરિવારજનો એકાએક બહાર દોડી આવ્યા હતા. અને કોલોનીમાં રહેતા રહીશો પણ સુરક્ષીત જગ્યાએ દોડી આવ્યા હતા.