બ્રેકિંગ@અંકલેશ્વર: GIDCમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ, 4 કામદારોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર લોકોનાં મોત થયા છે. મળતી માહિતી અનુસાર, ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ચારનાં મોત થયાના અહેવાલ છે. હાલ ઘટનાસ્થળે પોલીસની ટીમ પહોચી છે. માહિતી અનુસાર, અંકલેશ્વર GIDCમાં ડેટોક્સ ઈન્ડિયા નામની કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન જ સ્ટીમ પ્રેશર પાઈપ ફાટી હતી જેના પગલે નજીકમાં કામ કરતાં ચાર કામદારો ઘટનાસ્થળે મૃત્યુ પામી ગયા હતા.
આ મામલે ફેક્ટરી ઈન્સપેક્ટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન એવા સવાલો ઊઠવા લાગ્યા છે કે અનેકવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે સુરક્ષાના ધોરણોને ધ્યાનમાં કેમ રાખવામાં આવતા નથી. આમ ગુજરાતમાં ત્રણથી ચાર દિવસમાં આ બીજી દુર્ઘટના બની છે. તેના થોડા સમય પહેલા કડીમાં તાજેતરમાં ભેખડ ધસી પડવાના કિસ્સામાં નવ શ્રમિકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટના કંપનીમાં મંગળવારે રાત્રિના સાડા બાર વાગે સર્જાઈ હતી. આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં સુપરવાઈઝર સહિત પાંચ કર્મચારીઓના મોત થયાં છે. આ મામલે કંડલા પોલીસ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટરે વધુ તપાસ હાથ ધરી. દુષિત પાણીની સફાઈ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ છે.