બ્રેકિંગ@બનાસકાંઠા: ફરજમાં નિષ્ફળ મહિલા PSI સહિત 9 પોલીસ સસ્પેન્ડ

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા જિલ્લા પોલીસ આલમમાં ખળભળાટ મચી જાય તેવી કાર્યવાહી સામે આવી છે. ફરજમાં નિષ્કાળજી બદલ મહિલા પીએસઆઇ સહિત 9 પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયા છે. જુગારની રેડ દરમ્યાન ભાભર અને ડીસા તાલુકા પોલીસ મથકની ભૂમિકા તપાસ હેઠળ આવી હતી. આથી બંને પોલીસ સ્ટેશનના કર્મચારીઓની જવાબદારી નક્કી થઈ હતી. જેના અંતે પાંચ દિવસ અગાઉ
 
બ્રેકિંગ@બનાસકાંઠા: ફરજમાં નિષ્ફળ મહિલા PSI સહિત 9 પોલીસ સસ્પેન્ડ

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જિલ્લા પોલીસ આલમમાં ખળભળાટ મચી જાય તેવી કાર્યવાહી સામે આવી છે. ફરજમાં નિષ્કાળજી બદલ મહિલા પીએસઆઇ સહિત 9 પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયા છે. જુગારની રેડ દરમ્યાન ભાભર અને ડીસા તાલુકા પોલીસ મથકની ભૂમિકા તપાસ હેઠળ આવી હતી. આથી બંને પોલીસ સ્ટેશનના કર્મચારીઓની જવાબદારી નક્કી થઈ હતી. જેના અંતે પાંચ દિવસ અગાઉ ડીસા રૂરલ અને આજે ભાભર પોલીસ મથકમાં હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લામાં એક અઠવાડિયા દરમ્યાન બે પોલીસ સ્ટેશનની ભૂમિકા ચોંકાવનારી બની છે. એલસીબીએ ડીસા ગ્રામ્ય વિસ્તારમાં જુગારની રેડ કરી હતી. જેમાં ડીસા તાલુકા પોલીસ મથકના કર્મચારીઓ સવાલો વચ્ચે આવ્યા હતા. આથી પ્રાથમિક તપાસમાં જમાદાર કક્ષાના કુલ 6 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે ભાભર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જુગારની રેડ થઈ હતી. જેમાં મહિલા પીએસઆઇ અને બે અન્ય પોલીસ કર્મચારીની ફરજમાં નિષ્કાળજી સામે આવી હતી. આથી પીએસઆઇ આશાબેન ચૌધરી સહિત ત્રણ પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયા છે.

બ્રેકિંગ@બનાસકાંઠા: ફરજમાં નિષ્ફળ મહિલા PSI સહિત 9 પોલીસ સસ્પેન્ડ

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગણતરીના દિવસોમાં જુગારની રેડ બાદ જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીની ભૂમિકા તપાસ હેઠળ આવી હતી. આથી ડીસા તાલુકા પોલીસના 6 અને ભાભર પોલીસ મથકના 3 સહિત 9 કર્મચારી સસ્પેન્ડ થયા છે. કોરોના મહામારી વચ્ચે જુગારની અન્ય પોલીસ દ્વારા સફળ રેડ થવી અને તેના પછી સંબંધિત પોલીસ સ્ટેશનની ભૂમિકા સામે કાર્યવાહી થવી તે બાબત ખૂબ જ ચોંકાવનારી બની છે. આવી સ્થિતિમાં બનાસકાંઠા પોલીસ આલમમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પારદર્શક કરવા દોડધામ મચી ગઇ છે.

ભાભર પોલીસ સંબંધે કાર્યવાહી આજે, ડીસાની જૂની છે.

આ અંગે બનાસકાંઠા એસપી તરૂણ દુગ્ગલે જણાવ્યું હતું કે, ભાભર પોલીસ મથકના એક અધિકારી અને બે કર્મચારી આજે સસ્પેન્ડ થયા જ્યારે ડીસા તાલુકાના પોલીસ મથકની બાબત એક અઠવાડિયા અગાઉની છે.