આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

દેશમાં નવી સરકાર બનવાની દિશામાં ઉત્તર ગુજરાતમાં સૌથી મોટી હલચલ મચી છે. કોંગ્રેસથી છેડો ફાડી અલ્પેશ ઠાકોરે જેનો પ્રચાર કર્યો તે ઉમેદવાર હારવા તરફ છે. બરાબર 10:00 વાગ્યે અલ્પેશના સાથી સ્વરૂપજી ઠાકોર 1853 મત સાથે પાછળ ચાલી રહ્યા છે. આંકડાની વધઘટ જોતાં બનાસકાંઠામાં ઠાકોર સેનાને ફટકો પડી શકે છે.

college danodarada

ઠાકોર સેનાના આગેવાનો પૈકી સ્વરૂપજી ઠાકોરે અપક્ષ ઉમેદવાર તરીકે બનાસકાંઠા લોકસભા અને અન્ય એક આગેવાને ઊંઝા વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આજે બંને ઉમેદવારોના રાજકીય ભવિષ્યથી અલ્પેશને મોટી અસર થશે. હાલની સ્થિતિ જોતાં બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોરે પ્રચારમાં તનતોડ મહેનત કરી છતાં મિત્રને 4થી 5 ટકા મત 10:00 વાગ્યા સુધી મળ્યા છે.

બનાસકાંઠા લોકસભા બેઠકની મતગણતરીના આંકડા જોતા ભાજપના ઉમેદવાર સૌથી આગળ અને પછી કોંગ્રેસના પરથી ભટોળ છે. જ્યારે અલ્પેશ ઠાકોરે પ્રચાર કરેલ અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ત્રીજા નંબરે ચાલી રહ્યા છે. હારવાની પ્રબળ સંભાવનાથી અલ્પેશ સહિતના ઠાકોર સેનાના આગેવાનો મુંઝવણમાં મુકાયા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code