બ્રેકિંગ@બનાસકાંઠા: ચેકપોસ્ટો ઉપર સધન ચેકિંગ, દહેશત સામે દોડધામ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકીસ્તાન લાલઘુમ બન્યુ છે. ઇન્ટેલીઝન્સ બ્યુરોએ આગામી 15 મી ઓગસ્ટની ઉજવણી દરમ્યાન આતંકી હુમલાનું એલર્ટ આપ્યુ છે. જેને લઇ બનાસકાંઠાની નેનાવા ચેકપોસ્ટ અને વાસણ બોર્ડર પર ધાનેરા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયુ છે. દરેક વાહનોની પુરેપુરી તપાસ કર્યા બાદ જ જીલ્લામાં પ્રવેશ આપવામાં
 
બ્રેકિંગ@બનાસકાંઠા: ચેકપોસ્ટો ઉપર સધન ચેકિંગ, દહેશત સામે દોડધામ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકીસ્તાન લાલઘુમ બન્યુ છે. ઇન્ટેલીઝન્સ બ્યુરોએ આગામી 15 મી ઓગસ્ટની ઉજવણી દરમ્યાન આતંકી હુમલાનું એલર્ટ આપ્યુ છે. જેને લઇ બનાસકાંઠાની નેનાવા ચેકપોસ્ટ અને વાસણ બોર્ડર પર ધાનેરા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયુ છે. દરેક વાહનોની પુરેપુરી તપાસ કર્યા બાદ જ જીલ્લામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

બ્રેકિંગ@બનાસકાંઠા: ચેકપોસ્ટો ઉપર સધન ચેકિંગ, દહેશત સામે દોડધામ

ધાનેરા તાલુકો રાજસ્થાનને અડીને આવેલો તાલુકો હોવાથી અને ઇન્ટેલીઝન્સ બ્યુરોએ હાઇ એલર્ટ આપ્યા પછી ધાનેરા પોલીસ પણ સતર્ક બની હતી.

બ્રેકિંગ@બનાસકાંઠા: ચેકપોસ્ટો ઉપર સધન ચેકિંગ, દહેશત સામે દોડધામ

જેના પરિણામે નેનાવા બોર્ડર અને વાસણ બોર્ડર પર પોલીસ દ્રારા રાજસ્થાન તરફથી આવતા દરેક વાહનોનું સધન ચેકિંગ હાથ ધર્યું છે. નાના મોટા દરેક વાહનોની તપાસ કર્યા પછી ગુજરાત રાજ્યની હદમાં પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યો છે.

બ્રેકિંગ@બનાસકાંઠા: ચેકપોસ્ટો ઉપર સધન ચેકિંગ, દહેશત સામે દોડધામ

15 મી ઓગસ્ટની ઉજવણી અને 370ની કલમ હટાવવામાં આવતા ઇન્ટેલીઝન્સ બ્યુરો વિભાગે સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ આપ્યું છે. જેના પરિણામે ધાનેરામાં આવેલી રાજસ્થાન પંથકની બોર્ડર પર ચુસ્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

બ્રેકિંગ@બનાસકાંઠા: ચેકપોસ્ટો ઉપર સધન ચેકિંગ, દહેશત સામે દોડધામ

પોલીસ ચેકિંગ દરમિયાન ગઈ કાલે બોર્ડર પાસે લાખો રૂપિયાનો દારૂ પણ પકડાઈ જવા પામ્યો હતો. આમ, ધાનેરા પોલીસે સતર્કતા દાખવતા લોકોએ પોલીસની કામગીરી વખાણી હતી.

બ્રેકિંગ@બનાસકાંઠા: ચેકપોસ્ટો ઉપર સધન ચેકિંગ, દહેશત સામે દોડધામ