આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠાના કોરોનાના બે કેસ પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. વાવ તાલુકાના મીઠાવીચારણ ગામે રહેતા પાંચ વર્ષના બાળક અને પાલનપુરમાં રહેતા 55 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ શખ્સ ગેસના બાટલાની હોમ ડિલીવરી કરી ગુજરાન ચલાવતો હતો. સરહદી વિસ્તારમાં રહેતા બાળકનો પરિવાર 24 તારીખે જ લોકડાઉન થયા બાદ સુરતથી વાવ આવ્યો હતો અને 7 તારીખે બાળકને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરમાં 55 વર્ષના પુરૂષનો અને વાવ તાલુકાના મીઠાવીચારણ ગામે રહેતા પાંચ વર્ષના બાળકનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો બનાસકાંઠામાં મોટી સંખ્યામાં શંકાસ્પદોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તેમના પરિવારને ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે. આ ઘટનાક્રમની વચ્ચે મીઠાવીચારણ ગામના 8 કિલોમીટરના વિસ્તારમાં આવેલા દૈયપ, મીઠાવીરાણા, તખતપુરા, જોરડીયાલી, તેજપુરા ગામો જ્યારે ગઠામણ ગામના એરીયામાં આવતા એસબીપુરા, આકેસણ, ભાવીસણા, સાગ્રોસણા સહિતના ગામને સીલ કરવામાં આવ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વાવ તાલુકાના મીઠાવીચારણ ગામે રહેતા પાંચ વર્ષના બાળક અને પાલનપુરમાં રહેતા 55 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ શખ્સ ગેસના બાટલાની હોમ ડિલીવરી કરી ગુજરાન ચલાવતો હતો. સરહદી વિસ્તારમાં રહેતા બાળકનો પરિવાર 24 તારીખે જ લોકડાઉન થયા બાદ સુરતથી વાવ આવ્યો હતો અને 7 તારીખે બાળકને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બંને ગામોમાં આ બંને પોઝિટિવ વ્યક્તિઓને સંપર્કમાં આવતા તમામ લોકોની તપાસ છે હાથ ધરી છે. બંને દર્દીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

બફર એરીયાના ગામોમાં આવશ્યક સેવાઓના પુરવઠા સંબંધિત અવર-જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આવશ્યક ચીજ વસ્તુની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવાર-8.00 કલાક થી 11.00કલાક સુધી મુક્તિ આપવામાં આવે છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળામાં દરમ્યાન દ્વિચક્રીય વાહન પર એક વ્યકિતથી વધુ અને ત્રણ/ચાર ચક્રિય વાહનમાં બે વ્યકિતથી વધુ પ્રવાસ કરી શકશે નહી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code