બ્રેકિંગ@બનાસકાંઠા: સૌપ્રથમ બે કેસ, 5 વર્ષના બાળકને કોરોના થતાં ખળભળાટ

અટલ સમાચાર, ગિરીશ જોશી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના સૌપ્રથમ બે કેસ સામે આવ્યા છે. પાલનપુર અને વાવ તાલુકામાં કોરોનાએ પગપેસારો કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. 5 વર્ષના બાળક અને 55 વર્ષના વ્યક્તિના રિપોર્ટ પોઝીટીવ આવતાં યુધ્ધના ધોરણે તપાસ શરૂ થઈ છે. ગામમાં જડબેસલાક લોકડાઉન કરી સઘન તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લો રવિવાર સાંજ
 
બ્રેકિંગ@બનાસકાંઠા: સૌપ્રથમ બે કેસ, 5 વર્ષના બાળકને કોરોના થતાં ખળભળાટ

અટલ સમાચાર, ગિરીશ જોશી

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના સૌપ્રથમ બે કેસ સામે આવ્યા છે. પાલનપુર અને વાવ તાલુકામાં કોરોનાએ પગપેસારો કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. 5 વર્ષના બાળક અને 55 વર્ષના વ્યક્તિના રિપોર્ટ પોઝીટીવ આવતાં યુધ્ધના ધોરણે તપાસ શરૂ થઈ છે. ગામમાં જડબેસલાક લોકડાઉન કરી સઘન તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લો રવિવાર સાંજ સુધી કોરોના વાયરસથી મુક્ત રહ્યો હતો. જોકેવાવ તાલુકાના મિઠાવી ચારણ ગામનો 5 વર્ષનો મહેક અરવિંદ વડાલીયા ગત 24 માર્ચે સુરતથી આવ્યો હતો. હોમ ક્વોરોન્ટાઈન દરમ્યાન છેક 5 એપ્રિલે તેને લક્ષણો આવતાં 7 એપ્રિલે ડીસા બાળકોના ડોક્ટરને ત્યાં ચેકઅપ કરાવ્યું હતું. આ પછી 11 એપ્રિલે રિપોર્ટ લેતા ગત મોડી રાત્રે કોરોના હોવાનું સામે આવ્યું છે. આથી આરોગ્ય વિભાગે મિઠાવી ચારણ ગામે તાત્કાલિક 10 તપાસ ટીમ રવાના કરી શંકાસ્પદ 30 વ્યક્તિને આઇસોલેટ કરવા મથામણ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ સાથે પાલનપુર નજીક ગઠામણ ગામે પણ 55 વર્ષના સામાભાઇ ખેમાભાઇ પરમાર કોરોના વાયરસને ઝપટે ચઢી ગયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ચંડીસર સીએચસી હેઠળ ગત 11 એપ્રિલે કુલ 86 સેમ્પલ લેવાયા હતા. જેમાં 55 વર્ષના સામાભાઇનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતાં ગામમાં તપાસ શરૂ થઈ છે. પાલનપુર નજીકના વિસ્તારોમાં સઘન સર્વે કરી પોઝીટીવ કેસના સંપર્કમાં આવેલાઓને શોધવા મથામણ થઈ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના વાવ અને પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસ ઘૂસી જતાં ફફડાટ વ્યાપી ગયો છે. બંને ગામોમાં હવે ખૂબ જ કડક રીતે લોકડાઉનનો અમલ કરાવવા તેમજ પોઝીટીવ કેસના ચેપગ્રસ્તો શોધવા પોલીસ અને આરોગ્યની ટીમ કામે લાગી છે.