બ્રેકિંગ@બનાસકાંઠા: તંદુરસ્ત પુરૂષ અને મહિલાને કોરોના, બેસણામાં ચેપ લાગ્યો

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક મોડમાં આવી છે. પાલનપુર નજીક વધુ બે વ્યક્તિને ચેપ લાગતાં કોરોના દર્દીઓની સંખ્યા 10 થઈ છે. બેસણામાં ગયેલા મહિલા અને પુરુષને ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. લક્ષણો ન હોવા છતાં અને તંદુરસ્ત શરીર છતાં કોરોના પોઝીટીવ આવ્યો હોઇ હડકંપ મચી ગયો છે. આથી આરોગ્ય
 
બ્રેકિંગ@બનાસકાંઠા: તંદુરસ્ત પુરૂષ અને મહિલાને કોરોના, બેસણામાં ચેપ લાગ્યો

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક મોડમાં આવી છે. પાલનપુર નજીક વધુ બે વ્યક્તિને ચેપ લાગતાં કોરોના દર્દીઓની સંખ્યા 10 થઈ છે. બેસણામાં ગયેલા મહિલા અને પુરુષને ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. લક્ષણો ન હોવા છતાં અને તંદુરસ્ત શરીર છતાં કોરોના પોઝીટીવ આવ્યો હોઇ હડકંપ મચી ગયો છે. આથી આરોગ્ય વિભાગે આ બંને સાથે સંપર્કમાં આવેલા લોકોને શોધવા મથામણ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાલનપુર તાલુકાના ગઠામણ ગામે કોરોના વાયરસનું સંક્રમણ ભયાનક સાબિત થઈ રહ્યું છે. સૌપ્રથમ કેસ સોમાભાઇનો આવ્યા બાદ તેના પરિજનો અને તેના દ્વારા ગામનાં જ જયંતભાઇને લાગ્યો હતો. હવે આ જયંતિભાઈ જે બેસણામાં ગયા હતા ત્યાં આ આવેલાં વધુ બે વ્યક્તિ કોરોના પોઝીટીવ આવ્યા છે. 35 વર્ષના પુરૂષ અને 29 વર્ષની મહિલાને ગઠામણ ગામના બેસણામાં ચેપ લાગ્યો છે. આથી આરોગ્ય વિભાગે આ બંનેને પાલનપુર આઇસોલેશન વોર્ડમાં ખસેડ્યા છે. આ સાથે બેસણા દરમ્યાન વધુ સંક્રમણની શક્યતા જોઇ અને આ બંનેના ચેપ અન્ય થયાની આશંકા જોતાં આરોગ્ય ટીમે તપાસ હાથ ધરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પુરૂષ અને મહિલાને કોરોના વાયરસના લક્ષણો ન હતા. આ સાથે તે બંનેના શરીર પણ તંદુરસ્ત છતાં કોરોના પોઝીટીવ આવતાં ચોંકાવનારી સ્થિતિ બની છે. આથી સંક્રમણની ચેનલ શોધવા મોટી કવાયત હાથ ધરવી પડે તેવી નોબત આવી છે. એટલે પાલનપુર તાલુકા આરોગ્ય ટીમ દ્વારા સવારથી જ ચેપગ્રસ્તોના સંપર્કવાળા શોધી ક્વોરોન્ટાઈન કરી સેમ્પલ લેવાની દોડધામ શરૂ કરી છે.