બ્રેકિંગ@બનાસકાંઠા: હવે 30ના બદલે રોજના 150 ટેસ્ટ, સેમ્પલ કીટ પણ બનશે

અટલ સમાચાર, ગિરીશ જોશી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધતી હોઇ મોટો નિર્ણય લીધો છે. ટેસ્ટ કરવાની સંખ્યા 5 ગણી વધારવામાં આવી છે. હવે 30ના બદલે રોજ 150થી વધુ ટેસ્ટ કરવાની મંજૂરી મળી ગઈ છે. આ સાથે પાલનપુરમાં જ સેમ્પલ કીટનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું છે. આથી હવે રિપોર્ટ પણ ગણતરીના કલાકોમાં મળી જશે.
 
બ્રેકિંગ@બનાસકાંઠા: હવે 30ના બદલે રોજના 150 ટેસ્ટ, સેમ્પલ કીટ પણ બનશે

અટલ સમાચાર, ગિરીશ જોશી

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધતી હોઇ મોટો નિર્ણય લીધો છે. ટેસ્ટ કરવાની સંખ્યા 5 ગણી વધારવામાં આવી છે. હવે 30ના બદલે રોજ 150થી વધુ ટેસ્ટ કરવાની મંજૂરી મળી ગઈ છે. આ સાથે પાલનપુરમાં જ સેમ્પલ કીટનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું છે. આથી હવે રિપોર્ટ પણ ગણતરીના કલાકોમાં મળી જશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓ અત્યંત ચોંકાવનારા આવી રહ્યા છે. ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાં છતાં અને તંદુરસ્ત શરીર છતાં પોઝીટીવ આવ્યા છે. આથી મોટી સંખ્યામાં શંકાસ્પદો સહિતના રીપોર્ટ કરવા જરૂરી બન્યું છે. જેથી સૌથી મોટો ફેરફાર કરી નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી રોજનાં માત્ર 30 ટેસ્ટ કરવાની મંજૂરી હતી. હવે આવતીકાલથી રોજના 150થી વધુ ટેસ્ટ કરવામાં આવશે. આ માટે અમદાવાદથી 400થી વધુ સેમ્પલ કીટ મંગાવવામાં આવી છે. આનાથી રહસ્યમય કોરોના શંકાસ્પદ સહિત મોટી સંખ્યામાં રિપોર્ટ કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, દરરોજ 150થી વધુ ટેસ્ટ કરવાના હોઇ કીટ પણ વધુ જરૂર પડે છે. આથી તાત્કાલિક બનાસ મેડિકલ કોલેજને સેમ્પલ કીટનું ઉત્પાદન કરવા જણાવી દીધું છે. આવી સ્થિતિમાં ફેસીલીટી ક્વોરોન્ટાઈનમાં રહેલા અને લક્ષણો ધરાવતાં શંકાસ્પદોના તાત્કાલિક રિપોર્ટ થશે. જેનો ગણતરીના કલાકોમાં રિપોર્ટ પણ આવી જશે. આથી સંક્રમણની ચેનલ પકડી તમામનાં રિપોર્ટ કરી શકાશે.