આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી

બનાસકાંઠા જિલ્લામાં એકસાથે ચાર વ્યક્તિને કોરોના પોઝીટીવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. અગાઉના ગઠામણ વાળા કેસથી ત્રણને જ્યારે એક બાળકના સંપર્કવાળા વ્યક્તિને પણ કોરોના થયો છે. આથી જિલ્લામાં કુલ 6 કોરોના વાયરસના દર્દી થઈ જતાં દોડધામ મચી ગઇ છે. લક્ષણો ન હોવા છતાં પોઝીટીવ આવતાં ચોંકાવનારી સ્થિતિ બની છે. જેથી હવે આ ચારના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને શોધવા મથામણ શરૂ થઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના ગઠામણ ગામના સોમાભાઇ કોરોનાગ્રસ્ત થયા બાદ પરિવારને જ ચેપ લાગી ગયો છે. 5 વર્ષનો પુત્ર અજય અને 9 વર્ષની પુત્રી આશાને કોરોના પોઝીટીવ આવ્યો છે. આ સાથે તેમના 52 વર્ષના પત્ની વિશાબેનને પણ કોરોના હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ તરફ વાવ તાલુકાના મિઠાવી ચારણ ગામના 5 વર્ષના બાળક સાથે કારમાં સુરતથી આવેલા 40 વર્ષના દેવજી ચૌહાણને પણ ચેપ લાગ્યો છે. સોમાભાઇના પરિવારના ત્રણને જગાણા આઇસોલેશ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચેપનો ફેલાવો ચિંતાજનક સામે આવ્યો છે. વધુ ચાર કેસમાં કોરોના વાયરસના લક્ષણો ન હોવા છતાં રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સોમાભાઇને લીધે પરિવારને ચેપ લાગ્યો હોઇ તેનું આગળનું સંક્રમણ શોધી ચેઈન તોડવા આરોગ્ય કર્મચારીઓ કામે લાગ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હમણાં સુધી એકપણ કેસ ન હતો અને આજે વધુ 4 કોરોના પોઝીટીવ સાથે કુલ 6 થતાં રહીશોમાં ચકચાર મચી ગઇ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code