આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

બાયડ તાલુકામાં ગણેશ વિસર્જન વેળાએ 7 આશાસ્પદ વ્યક્તિ ડૂબ્યા હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. બાયડના પુર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને જાણ થતા તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. તરવૈયાઓ દ્વારા નદીમાં તપાસ કરતા એક યુવકની લાશ મળી આવી હતી અને એક વ્યકિતને જીવીત બહાર નિકાળવામાં આવ્યો હતો.

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના કેશરપુરા ગામના ૭ ઇસમો વાત્રક નદીમાં ડૂબ્યા છે. ઘટનાની વિગત મુજબ ગણેશ વિસર્જન દરમ્યાન અચાનક સાતેય યુવાનો વાત્રકમાં તણાતા લોકોએ બુમાબુમ કરી હતી. ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડયા હતા. તરવૈયાઓએ ભારે જહેમત બાદ એક યુવાનની લાશ બહાર નીકાળી છે. અન્ય એક ઇસમને પણ બહાર નીકાળી બીજા પાંચ વ્યકિતઓની શોધખોળ ચાલુ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code