આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

બેચરાજી તાલુકાના ગામે ઝુંપડામાં રહેતા પરિવારને વિજ કંપનીએ અધધધ… 17 હજારથી વધુ રકમનું બીલ આપ્યું છે. લાઇટબીલની રકમ જોઈ ગરીબ પરિવાર ચોંકી ગયા છે. અગાઉના મહિનામાં સરેરાશ રૂપિયા 100થી 200 આવતું લાઇટબીલ અચાનક મસમોટું આવતાં આખા ગામમાં ચકચાર મચી ગઇ છે.મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના સુરજ ગામે મજૂરી કામ કરતાં બજાણિયા ગાંડાભાઈ પાંચાભાઈ રહે છે. આ પરિવાર અત્યંત ગરીબ હોઇ ઝુંપડામાં રહી ખેતમજૂરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે. હવે અચાનક આ ગરીબ પરિવાર ઉપર ઉત્તર ગુજરાત વિજ કંપનીની વિજળી ત્રાટકી હોય તેવો ઘાટ ઘડાયો છે. આખી જીંદગીનું લાઇટબીલ એકસાથે આવ્યું હોવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ગરીબ પરિવાર રૂપિયા 17,851 નું લાઇટબીલ જોઇ ચોંકી ગયા હોઇ પગ તળેથી જમીન સરકી ગયાનું સામે આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરજ ગામે ગરીબ પરિવારનું કાચું ઝુંપડુ જોતાં વિજ કંપની સામે અનેક સવાલો ઉભા થયા છે. સૌથી મોટી વાત સામે આવી કે, ગરીબ પરિવારે બે મહિનામાં 2,730 યુનિટ વિજળી ખર્ચ કરી હોવાનું લાઇટબીલમાં બતાવ્યું છે. અગાઉ 1,380 યુનિટ જ્યારે લાઇટબીલ તૈયાર કરતી વખતે 4,110 યુનિટ બતાવ્યા છે. ગામલોકો વિજ કંપનીની બેદરકારી હોવાના આક્ષેપ સાથે ભયંકર મુંઝવણમાં મુકાયા છે.

વિજ કંપનીના કર્મચારી લાઈટ કનેક્શન કાપી ગયા

સૌથી વધુ ગંભીર વાત સામે આવી કે, ગરીબ પરિવાર બીલની રકમ જોઈ ગભરાહટ અનુભવી સતત મુંઝવણમાં હતો. આ દરમ્યાન લાઇટ બીલ નહિ ભરતાં જીઇબી તરફથી ફટકાર મળ્યો છે. વિજ કંપનીના કર્મચારીઓએ મીટર કાપી દીધું હતું. આથી ગરીબ પરિવારના ઝુંપડામાં અંધારપટ છવાયો છે. ઘટનાને પગલે ઉત્તર ગુજરાત વિજ કંપની સવાલો વચ્ચે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code