આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

બેચરાજીમાં આજે સવારે ધારાસભ્ય અને ટીઆરબી જવાન વચ્ચે તકરાર બાદ નવો વળાંક સામે આવ્યો છે. કોરોના મહામારી દરમ્યાન સરકારી કામગીરીમાં વિક્ષેપ અને ખલેલને લઈ સુરક્ષા કર્મચારીએ ફરિયાદ દાખલ કરાવી છે. ટીઆરબી જવાન જીતેન્દ્ર રાવલે સિધ્ધપુર ધારાસભ્ય અને તેમના પુત્ર વિરૂધ્ધ લોકડાઉનના ભંગની પોલીસ ફરીયાદ કરી છે. જેમાં ધારાસભ્ય અને તેમના પુત્રએ ગેરવર્તણૂક અને લાફો માર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના બેચરાજીમાં આજે લોકડાઉનને લઈ પોલીસની કામગીરી ચાલુ હતી. આ દરમ્યાન બપોરે સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ગાડી આવતાં તપાસના કામે રોકવામાં આવી હતી. આ દરમ્યાન શક્તિચોક પાસેની પોલીસ ચેકપોસ્ટ ઉપર ટ્રાફિક બ્રિગેડના કર્મચારીએ ધારાસભ્યની કાર રોકાવી હતી. ટીઆરબી જવાને જીતેન્દ્ર રાવલે પુછપરછ કરતા મામલો બિચક્યો હતો. જેમાં ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને તેમના પુત્રએ ટીઆરબી જવાન સાથે ગાળાગાળી કરી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. જેનો વિડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઇ હતી. આ પછી ઘટનાને ગંભીરતાથી લઈ જવાને બેચરાજી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી દીધી છે.

બેચરાજી પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને તેમના પુત્ર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. બેચરાજી પોલીસે આઈ.પી.સી કલમ 332,188,504,506(2),114 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 51 એ અને 51 બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધારાસભ્ય અને સુરક્ષા કર્મચારી વચ્ચેની તકરાર બાદ રાજકીય અને વહીવટી ગતિવિધિમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં ફરિયાદ દાખલ થયા બાદ ઘટનામાં સૌથી મોટો વળાંક આવ્યો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code