આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ભિલોડા

કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે ભિલોડામાં એક બાળકને શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાતા આઇસોલેટ કરવામાં આવ્યો છે. સાત વર્ષના બાળકના સેમ્પલ લઇ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. અગાઉ પર અરવલ્લી જીલ્લામાંથી 22 જેટલા શંકાસ્પદ કેસ જણાતાં તમામ દર્દીઓના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાયા હતા. જેમાં તમામ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર તેમજ આરોગ્યતંત્રએ હાસકારો અનુભવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ભિલોડામાં સાત વર્ષના બાળકમાં શરદી ખાંસી સહિતના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. જેને લઇ તાત્કાલિક અસરથી સારવાર માટે ભિલોડની કોટેજ હોસ્પિટલમાં ભરતી કરાયો હતો. કોરોનાના લક્ષણો શંકાસ્પદ જણાતાં સાત વર્ષના બાળકને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવ્યો હતો. જયાં તેના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા હતા. જેના પરિક્ષણનો રીપોર્ટ આજે આવશે તેમ અરવલ્લી આરોગ્ય તંત્ર તરફથી જાણવા મળ્યુ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code