આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ભિલોડા

મેઘરજ ખાતે કોરોનાગ્રસ્ત દર્દીના ફરાર થવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પોલીસે ફરાર દર્દીને ભિલોડા તાલુકાના રામેળા ગામેથી ઝડપી પાડ્યો હતો. આ બધાની વચ્ચે આરોગ્ય તંત્ર દ્રારા દર્દીને હોસ્પિટલ લઇ જવાની કોઇ વ્યવસ્થા કરવામાં ન આવી હોવાનો આક્ષેપ છે. મેઘરજ પોલીસ એક કલાક સુધી કોરોનાગ્રસ્ત દર્દીને લઇને ઉભી રહી હોવાના ગંભીર આક્ષેપો પણ થયા છે. આ સાથે પોઝિટીવ દર્દીએ અનેક લોકોને સંક્રમિત કર્યા હોવાની ચર્ચાએ પણ જોર પક્ડયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મેધરજની સોસાયટીમાં રહેતા યુવકનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેની જાણ થતાં તે ગઇકાલે રાત્રે જ પોતાના ઘરેથી ફરાર થઇ ગયો હતો. આખી રાત શોધખોળ બાદ આજે બપોરે મેઘરજ પોલીસે કોરોનાગ્રસ્ત દર્દીને ઝડપી પાડ્યો હતો. પોલીસે મહામહેનતે ભિલોડા તાલુકાના રામેળા ગામેથી દર્દીને ઝડપી પાડ્યો હતો. જોકે આરોગ્ય તંત્ર દ્રારા દર્દીને હોસ્પિટલ લઇ જવાની કોઇ વ્યવસ્થા ન કરાઇ હોવાનો ગંભીર આક્ષેપ પણ થયો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code