આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી)

ચાણસ્મા શહેરમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ મળી આવ્યા બાદ આરોગ્ય સહિત વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી છે. વહીવટી તંત્ર દ્રારા સાવચેતીના ભાગરૂપે ચાણસ્મા શહેરના ત્રણ મહોલ્લાં ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ સાથે પાલિકાએ પણ આવશ્યક ચીજવસ્તુઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. નોંધનિય છે કે, ગત દિવસોએ બિમારીને કારણે વૃધ્ધો સારવાર અપાયા બાદ તેમના કોરોના રીપોર્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જોકે ગઇકાલે તેમનો રીપોર્ટ પોઝિટીવ આવતાં તેમને તાત્કાલિક અસરથી સિવીલમાં આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના ચાણસ્મા શહેરમાં ગઇકાલે 70 વર્ષના વૃદ્ધ ખેડૂતનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ચાણસ્મા તાલુકામાં સૌપ્રથમ કોરોના પોઝિટીવ આવતા આરોગ્ય સહિત વહીવટી તંત્રમાં પણ ભારે દોડધામ મચી હતી. તાત્કાલિક અસરથી મામલતદાર હિમાંશુભાઈ ચૌહાણ, પોલીસ સ્ટેશનના પીઆઇ ગોહિલ, નગરપાલિકાના ચીફઓફિસર તેજલબેન તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. માલતીબેન મકવાણા સહિતનાએ તાત્કાલિક ધોરણે સાવચેતીના પગલારૂપે આ વિસ્તારને ચારે બાજુથી કોર્ડન કરી દેવામાં આવ્યો છે. આ સાથે કોરોનાગ્રસ્ત વિસ્તાર સહિતના વિસ્તારોમાં તાત્કાલિક અસરથી સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો છે.

સુત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ જીલ્લામાં અત્યાર સુધી 18 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં ગઇકાલે ચાણસ્મા તાલુકામાં સૌપ્રથમ પોઝિટીવ કેસ આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી છે. જેને લઇ સાવચેતીના ભાગરૂપે ચાણસ્મા શહેરના કોટવાડિયાપુરા, બેચરપુરા અને ઢોલાવાસને ક્લસ્ટર ક્વોરેન્ટાઇન જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે ક્લસ્ટર ક્વોરેન્ટાઇન વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુઓ સહેલાઇથી હોમ ડીલીવરીથી મળી રહે તે માટે પાલિકા દ્રારા હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. આરોગ્ય તંત્રએ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તજવીજ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code