બ્રેકિંગ@ચાણસ્મા: બાઇકસવાર 3 યુવકોના ઘટનાસ્થળે મોત, 1 ઘાયલ, ભયંકર દુર્ઘટના

અટલ સમાચાર,ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના મહામારી વચ્ચે ચાણસ્મા તાલુકાના ધિણોજ નજીક આજે સાંજના સમયે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયાનું સામે આવતાં હડકંપ મચી ગયો છે. આ તરફ અન્ય એક ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ કર્મચારી પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ ધિણોજથી મહેસાણા
 
બ્રેકિંગ@ચાણસ્મા: બાઇકસવાર 3 યુવકોના ઘટનાસ્થળે મોત, 1 ઘાયલ, ભયંકર દુર્ઘટના

અટલ સમાચાર,ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી) 

કોરોના મહામારી વચ્ચે ચાણસ્મા તાલુકાના ધિણોજ નજીક આજે સાંજના સમયે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયાનું સામે આવતાં હડકંપ મચી ગયો છે. આ તરફ અન્ય એક ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ કર્મચારી પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ ધિણોજથી મહેસાણા હાઇવે પર આવેલા પેટ્રોલપંપથી 100 મીટર દૂર આજે સાંજના સમયે અકસ્માતની દુર્ધટના બની હતી. જેમાં બાઇકસવાર સહિત ત્રણ લોકોના મોત થયાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@ચાણસ્મા: બાઇકસવાર 3 યુવકોના ઘટનાસ્થળે મોત, 1 ઘાયલ, ભયંકર દુર્ઘટના

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ધિણોજ નજીક અકસ્માતની ઘટનામાં ત્રણ યુવાનોના મોત થયા છે. ચાણસ્માના વિરલ પટેલ, આશિષ પટેલ, વાવના ચોથાનેસડાના વિષ્ણુભાઇ અને બનાસકાંઠા જિલ્લાના છનાજી જૉગાજી રાઠોડ નામના યુવાનો બે બાઇક પર ધિણોજ નજીકથી પસાર થતાં હતા. આ દરમ્યાન અચાનક સર્જાયેલા અકસ્માતને કારણે ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા છે. ઘટનાને લઇ ચાણસ્મા પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

બ્રેકિંગ@ચાણસ્મા: બાઇકસવાર 3 યુવકોના ઘટનાસ્થળે મોત, 1 ઘાયલ, ભયંકર દુર્ઘટના

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પ્રાથમિક તપાસમાં બે બાઇક ટકરાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જોકે 2 બાઇક ટકરાવાથી 3 યુવાનોના મોત અને એક ઇજાગ્રસ્ત બનતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ ઘટનાની જાણ થતાં ચાણસ્મા પી.આઇ ગોહીલ અને પીએસઆઇ સહિતો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે ચાણસ્મા પોલીસ સ્ટેશનના પી.આઇ. ગોહીલે જણાવ્યુ હતુ કે, 2 બાઇક ઉપર ડબલ સવારી જતાં બાઇકોને અકસ્માત નડ્યો હતો. જેમાં 3 યુવાનોના મોત થયા તો 1 વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

બ્રેકિંગ@ચાણસ્મા: બાઇકસવાર 3 યુવકોના ઘટનાસ્થળે મોત, 1 ઘાયલ, ભયંકર દુર્ઘટના

મૃતકોના નામ

  • પટેલ વિરલભાઈ મહેંન્દ્રભાઈ
  • પટેલ આશિષભાઈ બળદેવભાઈ
  • રાઠોડ છાનાજી જોગાજી

ઇજાગ્રસ્તનું નામ

  • વિષ્ણુભાઈ