બ્રેકિંગ@પરિવર્તન: કોંગ્રેસના અહેમદ પટેલ અને નીતિન ગડકરી વચ્ચે મોટીચર્ચા થઇ

અટલ સમાચાર,ડેસ્ક મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયાના 12 દિવસ પછી પણ સરકાર બનાવવા માટે કોઈ પણ રાજકીય પક્ષો વચ્ચે સમજૂતી નથી થઈ રહી. અત્યાર સુધી તમામ રાજકીય પક્ષોના અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે કૉંગ્રેસ નેતા અહેમદ પટેલ બીજેપી નેતા નીતિન ગડકરીને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા
 
બ્રેકિંગ@પરિવર્તન: કોંગ્રેસના અહેમદ પટેલ અને નીતિન ગડકરી વચ્ચે મોટીચર્ચા થઇ

અટલ સમાચાર,ડેસ્ક

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયાના 12 દિવસ પછી પણ સરકાર બનાવવા માટે કોઈ પણ રાજકીય પક્ષો વચ્ચે સમજૂતી નથી થઈ રહી. અત્યાર સુધી તમામ રાજકીય પક્ષોના અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે કૉંગ્રેસ નેતા અહેમદ પટેલ બીજેપી નેતા નીતિન ગડકરીને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

જોકે, આ મુલાકાત પાછળ ખેડૂતો સાથે જોડાયેલો મુદ્દો સંકળાયેલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ રાજનીતિના જાણકારો આ મુલાકાતને રાજકારણ સાથે જોડી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયત ઝડપી બની છે. તમામ પાર્ટી ઈચ્છી રહી છે કે, મહારાષ્ટ્રમાં ઝડપથી સરકારનું ગઠન થાય. આ દરમિયાન બીજેપીના નેતા નીતિન ગડકરીને મળવા માટે કૉંગ્રેસ નેતા અહેમદ પટેલ તેમના ઘરે પહોંચ્યા હતા.

બંને નેતાઓ વચ્ચે મુલાકાત બાદ નીતિન ગડકરીને ઘરેથી નીકળતી વખતે અહેમદ પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે તેઓ ખેડૂતોના મુદ્દા અંગે વાત કરવા માટે નીતિન ગડકરીને મળવા પહોંચ્યા હતા. પરંતુ મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે થયેલી આ મુલાકાત બાદ અંદાજ લગાવી શકાય છે કે આ મુલાકાત મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે હોઈ શકે છે.