આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ચાણસ્મા

ચાણસ્માના ધાણોધરડા નજીક સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સરકારી બસ સહિત ત્રિપલ અકસ્માતમાં બાળક સહિત આખો પરિવાર ભુસાઇ ગયો છે. ઘટનાસ્થળે એકજ પરિવારમાં ત્રણ વ્યક્તિના કરુણ મોત નિપજતાં ચકચાર મચી ગઇ છે.

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામે પાસે બાઈક, ટ્રક અને સરકારી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મૂળ બેચરાજી તાલુકાના બોદલા ગામના પતિ પત્ની પોતાના પુત્ર સાથે બાઇક પર નિકળ્યા હતા. મહેસાણાથી પરત જતા ચાણસ્માથી આવતો મિનિ ખટારો કાળ બની ટકરાયો હતો. ખટારાને બે સ્થળે ટકરાઇ પાછળથી આવતી બસ સાથે ટકરાતા ટાયર ફરી વળ્યુ હતું.

ઘટનાની જાણ થતાં માર્ગ પર અફરાતફરી મચી ગઇ હતી. અકસ્માતને પગલે ચાણસ્મા પોલીસ દોડી આવી મૃતકોને ચાણસ્મા ખાતે પોસ્ટમોર્ટમ કરવા ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ બોદલા ગામે થતાં પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બાઇક ચાલકની ઉંમર 26 વર્ષ, તેની પત્ની 24 વર્ષ અને બાળકની ઉંમર 3 વર્ષ હતી. આખા પરિવારનું અકસ્માતમાં મોત થતા સંબંધીઓને આભ ફાટી પડ્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code