બ્રેકિંગ@ચાણસ્મા: તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યા ?

અટલ સમાચાર, ચાણસ્મા ચાણસ્મા તાલુકાના ગામેથી આજે સાંજના સમયે આશાસ્પદ યુવકની લાશ મળી આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે. ઘટનાને લઇ ગ્રામજનોમાં ભયના માહોલ વચ્ચે પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. જોકે મૃતક યુવકનો કોરોના રિપોર્ટ કરાવવાની માંગ પણ ઊઠી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
બ્રેકિંગ@ચાણસ્મા: તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યા ?

અટલ સમાચાર, ચાણસ્મા

ચાણસ્મા તાલુકાના ગામેથી આજે સાંજના સમયે આશાસ્પદ યુવકની લાશ મળી આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે. ઘટનાને લઇ ગ્રામજનોમાં ભયના માહોલ વચ્ચે પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. જોકે મૃતક યુવકનો કોરોના રિપોર્ટ કરાવવાની માંગ પણ ઊઠી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધરમોડા ગામે ખેત તલાવડીમાંથી યુવાનની લાશ મળતા ચકચાર મચી ગઇ છે. ખેત તલાવડીમાંથી યુવાનની લાશ મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે. અજાણ્યા યુવાનના અપમૃત્યુ મામલે ગામલોકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ગ્રામજનો દ્વારા આરોગ્ય તંત્ર તેમજ પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક યુવાને આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરી લાશ ફેંકી દેવાઈ તેને લઇ અનેક સવાલો ઉભા થયા છે. ઘટનાને લઇ મૃતકની ઓળખ તેમજ આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે. આ સાથે મૃતક યુવાનનો કોરોના રિપોર્ટ કરવા પણ લોકમાંગ ઊઠી છે.