બ્રેકિંગ@દેશઃ કોરોનાથી 29ના મોત, પોઝિટિવ કુલ 1083 કેસ

અટલ સમાચાર, ડેસ્ક સમગ્ર દેશમાં કોરોનાવાઈરસના અત્યાર સુધીમાં 1083 કેસ સામે આવ્યા છે. રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 7 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં 5, ગુજરાતના અમદાવાદમાં 3 અને રાજસ્થાનના ભીલવાડામાં એક દર્દી મળ્યો છે. અમદાવાદ, જમ્મુ-કાશ્મીર અને મુંબઈમાં એક-એક એમ કુલ ત્રણ દર્દીના મોત થયા છે. રવિવારે રાતે મધ્યપ્રદેશમાં 5 નવા કેસ
 
બ્રેકિંગ@દેશઃ કોરોનાથી 29ના મોત, પોઝિટિવ કુલ 1083 કેસ

અટલ સમાચાર, ડેસ્ક

સમગ્ર દેશમાં કોરોનાવાઈરસના અત્યાર સુધીમાં 1083 કેસ સામે આવ્યા છે. રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 7 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં 5, ગુજરાતના અમદાવાદમાં 3 અને રાજસ્થાનના ભીલવાડામાં એક દર્દી મળ્યો છે. અમદાવાદ, જમ્મુ-કાશ્મીર અને મુંબઈમાં એક-એક એમ કુલ ત્રણ દર્દીના મોત થયા છે. રવિવારે રાતે મધ્યપ્રદેશમાં 5 નવા કેસ ( 4 ઈન્દોર, 1 ઉજ્જૈન) પ્રકાશમાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશમાં કુલ સંક્રમિતોનો આંકડો covid19 વેબસાઈટ પ્રમાણે છે. સરકારના આંકડામાં હાલ સંક્રમિતોની સંખ્યા 979 છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે તેમાંથી 86 સાજા થઈ ચુક્યા છે, જ્યારે 25ના મોત થઈ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં આઠમું મોત નોંધાયું છે. અહીં બુલઢાણામાં 45 વર્ષીય સંક્રમિતનું મહિલાનું મૃત્યું થયું હતું. આ મહિલાને હાયપર ટેન્શન પણ હતું. રાજ્યમાં મુંબઈ બહાર આ પહેલું મોત છે. હવે દેશમાં કુલ મોતનો આંકડો 29 પર પહોંચી ગયો છે.