બ્રેકિંગ@દેશ: એક્ટર આસિફ બસરાએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું, કારણ અકબંધ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી અને દિવાળીના તહેવારે વચ્ચે આજે એક્ટર આસિફ બસરાએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. આસિફ બસરાએ હિમાચલ પ્રદેશના એક કેફેમાં પાલતુ કુતરાને ગળે બાંધવાની રસ્સી વડે ગળેફાંસો ખાઇ લેતાં હડકંપ મચી ગયો છે. આસિફ બસરાએ સુશાંતસિંહ રાજપૂત સહિતના અનેક કલાકારો સાથે ફિલ્મોમાં કામ કર્યુ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
બ્રેકિંગ@દેશ: એક્ટર આસિફ બસરાએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું, કારણ અકબંધ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી અને દિવાળીના તહેવારે વચ્ચે આજે એક્ટર આસિફ બસરાએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. આસિફ બસરાએ હિમાચલ પ્રદેશના એક કેફેમાં પાલતુ કુતરાને ગળે બાંધવાની રસ્સી વડે ગળેફાંસો ખાઇ લેતાં હડકંપ મચી ગયો છે. આસિફ બસરાએ સુશાંતસિંહ રાજપૂત સહિતના અનેક કલાકારો સાથે ફિલ્મોમાં કામ કર્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બોલિવૂડ એક્ટર આસિફ બસરાએ આજે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ કાઇ પો છે માં કામ કરનારા અભિનેતા આસિફ બસરા છેલ્લાં કેટલાંક સમયથી હિમાચલ પ્રદેશના ધર્મશાલાના મેક્લિઓડગંજમાં ભાડાના મકાનમાં રહેતો હતો. એક વિદેશી મહિલા મિત્ર પણ તેની સાથે અહીં રહેતી હતી. ઘટનાને લઇ પોલીસે દરેક ખૂણા પર તપાસ કરી રહી છે. અભિનેતાના અવસાનથી તેના ચાહકો આશ્ચર્યચકિત છે. આ સાથે જ બોલિવૂડમાં ફરી એકવાર શોકનું મોજુ ફરી વળ્યું છે.

બ્રેકિંગ@દેશ: એક્ટર આસિફ બસરાએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું, કારણ અકબંધ
File Photo

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે બપોરે આસિફ બસરા પાલતુ કૂતરાને ફરવા માટે નીકળ્યાં હતા. જે બાદમાં ઘરે આવીને તેણે પાલતું પ્રાણીના કૂતરાને ગળે બાંધવાની રસ્સી વડે ફાંસો ખાઈ લીધો. પોલીસની પ્રાથમિક તપાસમાં હતાશાની બાબત બહાર આવી છે. કાંગરાના એસપી વિમુક્ત રંજનના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં હતાશા બહાર આવી છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

બ્રેકિંગ@દેશ: એક્ટર આસિફ બસરાએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું, કારણ અકબંધ
File Photo

નોંધનિય છે કે, 53 વર્ષના આસિફ બસરા ‘પરઝિયન’ બ્લેક ‘ફ્રાઈડે’ સિવાય હોલીવુડ પણ ફિલ્મ આઉટસોર્સમાં જોવા મળી હતી. તેણે ઈમરાન હાશીમીના પિતાની ભૂમિકા ઇમરાન હાશિમીની વન્સ અપન એ ટાઇમ ઇન મુંબઇમાં પણ ભજવી હતી. તે સિનેમાનો જાણીતો ચહેરો હતો. તે પહેલીવાર 1998માં વોહ ફિલ્મમાં દેખાયા હતા. ત્યારબાદ, તેમણે ડઝનેક ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.

બ્રેકિંગ@દેશ: એક્ટર આસિફ બસરાએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું, કારણ અકબંધ
File Photo