બ્રેકિંગ@દેશ: અમિત શાહને મળ્યાં બાદ કેપ્ટન અમરિન્દરે કહ્યું, હવે કોંગ્રેસમાં ના રહી શકું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક પંજાબ કોંગ્રેસમાં વિવાદ રોકાવાનું નામ ના લઇ રહ્યો હોય તેમ હવે પુર્વ મુખ્યમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યુ છે. આજે પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દરસિંહે મોટું નિવેદન આપતા કહ્યું કે, હવે તેઓ કોંગ્રેસમાં નથી રહેવાના. આ સાથે તેમણે ઉમેર્યુ હતુ કે, મારી સ્થિતી મે કહી દીધી છે કે, હવે હું અપમાન સહન નહી
 
બ્રેકિંગ@દેશ: અમિત શાહને મળ્યાં બાદ કેપ્ટન અમરિન્દરે કહ્યું, હવે કોંગ્રેસમાં ના રહી શકું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પંજાબ કોંગ્રેસમાં વિવાદ રોકાવાનું નામ ના લઇ રહ્યો હોય તેમ હવે પુર્વ મુખ્યમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યુ છે. આજે પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દરસિંહે મોટું નિવેદન આપતા કહ્યું કે, હવે તેઓ કોંગ્રેસમાં નથી રહેવાના. આ સાથે તેમણે ઉમેર્યુ હતુ કે, મારી સ્થિતી મે કહી દીધી છે કે, હવે હું અપમાન સહન નહી કરી શકું. જે રીતનું મારી સાતે વર્તન કરવામાં આવ્યું છે તે યોગ્ય ન હતું. આ તરફ અમરિન્દર સિંઘે કહ્યું કે, તે ભલે અત્યારે પંજાબનાં મુખ્યમંત્રી નથી પરંતુ પંજાબ આજે પણ તેમનું જ છે એટલે અમિત શાહ તથા NSA ડોભાલ સાથે બેઠક કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પંજાબ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દરસિંહે અમિત શાહની મુલાકાત બાદ મોટું નિવેદન આપ્યુ છે. આ તરફ સુત્રોનું માનીએ તો કેપ્ટન અમરિન્દરસિંહ હવે PM મોદીને મળી શકે છે. આ સાથે તાજેતરમા જ કેપ્ટન અમરિન્દર સિંહે NSA અજીત ડોભાલ સાથે વાત કરી હતી. જેમા તેમની સાથેની મુલાકાત બાદ અનેક અટકળો તેજ થઈ છે. રાજકારણમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, કેપ્ટન ભાજપમાં ગમે ત્યારે જોડાઈ શકે છે. એક સમયે કેપ્ટન અમરિન્દર સિંહે નવજોત સિંહ સિદ્ધુની દેશ માટે ખતરો કહ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આજે કેપ્ટને અજીત ડૌભાલ સાથે મુલાકાત કરી છે ત્યારથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ સાથે તેઓ ભાજપમાં જોડાય તેવી પુરી શક્યતા છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ ચોક્કસ નિવેદન તેમણે નથી આપ્યું. નોંધનિય છે કે, પંજાબમાં વિધાનસભા ચૂંટણીના ફક્ત પાંચ મહિના બાકી છે. ત્યારે આવા સમયે કેપ્ટન અમરિન્દર સિંહે રાજીનામું આપવાની ફરજ પડી હતી.