બ્રેકિંગ@દેશ: કોરોનાકાળ વચ્ચે BCCIનો મોટો નિર્ણય, ખેલાડીઓ પોઝીટિવ થતાં IPL રદ્દ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોઇ હવે આઇપીએલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી આઇપીએલની કેટલીક ટીમોમાં કોરોનાના કેસ સામે આવ્યા હતા. જે બાદ બીસીસીઆઇ દ્વારા આજે મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીમના ખેલાડીઓ અને સભ્યોના સતત પોઝિટિવ થવાના સમાચાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો
 
બ્રેકિંગ@દેશ: કોરોનાકાળ વચ્ચે BCCIનો મોટો નિર્ણય, ખેલાડીઓ પોઝીટિવ થતાં IPL રદ્દ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોઇ હવે આઇપીએલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી આઇપીએલની કેટલીક ટીમોમાં કોરોનાના કેસ સામે આવ્યા હતા. જે બાદ બીસીસીઆઇ દ્વારા આજે મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીમના ખેલાડીઓ અને સભ્યોના સતત પોઝિટિવ થવાના સમાચાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના સંક્રમણ કાળમાં બીસીસીઆઇએ મજબૂત બાયો-બબલનો હવાલો આપ્યો હતો. જે બાદ 29 મેચ જ સફળતાપૂર્વક કરાવવામાં આવી શકી છે. ચેન્નાઇ અને મુંબઇના તબક્કાની તમામ મેચ પુરી થઇ હતી પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સીઝનની 30મી મેચ રમાઇ શકી નહતી. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યુ કે, IPL આ સીઝન માટે સ્થગિત કરવામાં આવી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ પહેલા કેટલાક ખેલાડીઓના કોરોના પોઝિટિવ થવાના સમાચાર સામે આવ્યા હતા. BCCI ચર્ચા કરી રહ્યુ હતું કે, ટૂર્નામેન્ટને કોઇ એક જગ્યાએ શિફ્ટ કરવામાં આવે અથવા અસ્થાઇ રીતે રદ કરવામાં આવે. હવે અંતે નિર્ણય થઇ ગયો છે કે આઇપીએલને સ્થગિત કરી દેવામાં આવી છે.