બ્રેકિંગ@દેશ: બાળકો માટેની કોરોના વેક્સિન પર કેન્દ્ર સરકારે આપ્યા સંકેત, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે કેન્દ્ર સરકારે સંકેત આપ્યા છે કે બાળકો માટે કોરોનાની રસી જલ્દી આવી શકે છે. કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે બાળકો માટે રસી જલ્દી ઉપલબ્ધ થઈ શકે છે. કેન્દ્ર સરકારે સંકેત આપ્યા છે કે બાળકો માટે કોરોનાની રસી જલ્દી આવી શકે છે. સરકાર અનુસાર ઝાયડસ કેડિલાની રસીને
 
બ્રેકિંગ@દેશ: બાળકો માટેની કોરોના વેક્સિન પર કેન્દ્ર સરકારે આપ્યા સંકેત, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે કેન્દ્ર સરકારે સંકેત આપ્યા છે કે બાળકો માટે કોરોનાની રસી જલ્દી આવી શકે છે. કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે બાળકો માટે રસી જલ્દી ઉપલબ્ધ થઈ શકે છે. કેન્દ્ર સરકારે સંકેત આપ્યા છે કે બાળકો માટે કોરોનાની રસી જલ્દી આવી શકે છે. સરકાર અનુસાર ઝાયડસ કેડિલાની રસીને જલ્દી મંજૂરી મળી શકે છે. જેના પરિક્ષણ 12થી 18 વર્ષના બાળકો પર થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એક અખબારના રિપોર્ટ મુજબ નીતિ આયોગના સભ્ય વી કે પોલે જણાવ્યુ કે, હજુ કોવૈક્સીનના બાળકો પર પરિક્ષણ શરુ થયા છે. પણ તેને પુરા થવામાં સમય નહીં લાગે. કેમ કે પરિક્ષણ પ્રતિરોધક ક્ષમતાના હોય છે. જ્યારે ઝાયડસની રસીના પરિક્ષણ બાળકો પર પુરા થઈ ચુક્યા છે. તેમણે આશા વ્યક્ત કરી કે આવનારા 2 અઠવાડિયામાં તે લાયસન્સ માટે આવી શકે છે. રસીને મંજૂરી આપતા સમયે બાળકોને આપવાનો નિર્ણય પણ લઈ શકાય એમ છે.

આ રિપોર્ટમાં જણાવ્યુ કે, ઝાયડસ કેડિલાની રસીનું ત્રીજા ચરણનું પરિક્ષણ પુરી થઈ ચુક્યુ છે. ટ્રાયલમાં 800થી 100 બાળકો સામેલ છે. જેમની ઉંમર 12-18 વર્ષ બચી છે. એટલા માટે આ ઉંમરના બાળકો માટે રસીને મંજૂરી મળવાની શક્યતા છે અને પોલે પણ તે સંકેત આપ્યા છે. જો કે અંતિમ નિર્ણય એક વિશેષજ્ઞ ગ્રુપ ટ્રાયલના આંકડા પર આધાર રાખે છે. ત્યારે 2 અઠવાડિયાની અંદર લાયસન્સ માટે અરજી કરી શકે છે. જેથી એક અઠવાડિયાનો સમય મંજૂરી પ્રક્રિયામાં લાગતો હોવાથી આ મહિનામાં રસી ઉપલબ્ધ થઈ શકે છે.