બ્રેકિંગ@દેશઃ કોરોના વાયરસથી 12 લોકોના મોત, 612 પોઝિટિવ કેસ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસ અંગે આખા ભારતમાં ટ્રેન સેવા ઠપ થઈ છે. આવી સ્થિતિમાં ભારતીય રેલવે ખાનપાન અને પર્યટન નિગમએ કહ્યું કે યાત્રીઓ ટ્રેનો માટે ઓનલાઈન બુક કરાવેલી ટિકટો રદ્દ ન કરાવે. મુસાફરોને તેમના પૈસા આપ મેળે જ મળી જશે. આ પહેલા રેલવેએ કાઉન્ટર ટિકિટ રદ્દ કરવા માટે 21 જૂન સુધી ત્રણ મહિના સુધીનો
 
બ્રેકિંગ@દેશઃ કોરોના વાયરસથી 12 લોકોના મોત, 612 પોઝિટિવ કેસ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસ અંગે આખા ભારતમાં ટ્રેન સેવા ઠપ થઈ છે. આવી સ્થિતિમાં ભારતીય રેલવે ખાનપાન અને પર્યટન નિગમએ કહ્યું કે યાત્રીઓ ટ્રેનો માટે ઓનલાઈન બુક કરાવેલી ટિકટો રદ્દ ન કરાવે. મુસાફરોને તેમના પૈસા આપ મેળે જ મળી જશે. આ પહેલા રેલવેએ કાઉન્ટર ટિકિટ રદ્દ કરવા માટે 21 જૂન સુધી ત્રણ મહિના સુધીનો સમય વધાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, IRCTCએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે રેલવેના મુસાફરો ટ્રેન બંધ કર્યા પછી ઈ ટિકિટ રદ્દ કરવા અંગે શંકા વ્યક્ત કરતા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશમાં કોરોના વાયરસનો કહેર ચાલુ જ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં95 નવા મામલા સામે આવ્યાં છે. જે બાદ કુલ સંક્રમિતોની સંખ્યા 612 થઇ ગઇ છે. જ્યારે બુધવાર રાત સુધી આ વાયરસે 12 લોકોનાં જીવ લીધા છે. બુધવારે કોરોનાના ત્રણ દર્દીનું મોત થયું હતું. સવારે તમિલનાડુના મદુરાઈમાં 54 વર્ષના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. સાંજે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં 65 વર્ષિય મહિલાનું મોત થયું હતું. ગુજરાતમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ 85 વર્ષના વૃદ્ધાનું કોરોનાના કારણે મોત થયું છે. બુધવારે દેશમાં 87 નવા કેસ આવ્યા છે. આ સાથે દેશમાં લૉકડાઉનનો આજે બીજો દિવસ છે.

અમેરિકાના દૂતાવાસે ભારતમાં ફસાયેલા તેના નાગરિકોને કહ્યું છે કે, તેઓ અમેરિકી નાગરિકો ભારતીય કાયદાનું પાલન કરે. અહીં 15 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તે આવશ્યક વ્યવસ્થા કરવા માટે ભારત સરકારના સંપર્કમાં છે. નાગરિકોને બહાર કાઢવા માટે અમેરિકા સરકાર અને એરલાઈન કંપનીઓ વચ્ચે વાતચીત થઈ રહી છે.