બ્રેકિંગ@દેશઃ કોરોના વાયરસથી 16ના મોત, 639 પોઝિટિવ કેસ

અટલ સમાચાર, ડેસ્ક આખા વિશ્વમાં કોરોના વાયકસે હાહાકાર મચાવી દીધો છે. દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 639 કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યયાર સુધી કુલ 16 લોકોના મોત થયા છે. આજે સવારે કાશ્મીરના શ્રીનગરમાં એક 65 વર્ષના વૃદ્ધનું કોરોનાના કારણે મોત થયું છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા અન્ય 4 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દેશમાં
 
બ્રેકિંગ@દેશઃ કોરોના વાયરસથી 16ના મોત, 639 પોઝિટિવ કેસ

અટલ સમાચાર, ડેસ્ક

આખા વિશ્વમાં કોરોના વાયકસે હાહાકાર મચાવી દીધો છે. દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 639 કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યયાર સુધી કુલ 16 લોકોના મોત થયા છે. આજે સવારે કાશ્મીરના શ્રીનગરમાં એક 65 વર્ષના વૃદ્ધનું કોરોનાના કારણે મોત થયું છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા અન્ય 4 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

દેશમાં કોરોનાવાઈસનું સંક્રમણ 25 રાજ્યો સુધી પહોંચી ગયું છે. સંક્રમિતોનો આંકડો 650ને વટાવી ગયો છે. 16 દિવસમાં 16 પોઝિટિવ દર્દીના મોત થયા છે. ગુરુવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 65 વર્ષીય દર્દીએ જીવ ગુમાવ્યો છે. જ્યારે મુંબઈમાં પણ 65 વર્ષીય મહિલાનું મોત થયું છે. બુધવારે તમિલનાડુ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં કુલ ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગઇકાલના દેશમાં 95 નવા કેસ સામે આવ્યા છે. ગોવામાં મોડી રાતે ત્રણ કેસ પ્રકાશમાં આવ્યા છે. ત્રણે તાજેતરમાં જ વિદેશમાંથી ભારત આવ્યા હતા. તેમાંથી એક 25 વર્ષનો વ્યક્તિ સ્પેનમાંથી જ્યારે એક ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યો હતો. જ્યારે 55 વર્ષનો ત્રીજો સંક્રમિત અમેરિકાની મુસાફરી કરીને આવ્યો હતો. બીજી તરફ અમદાવાદમાં 85 વર્ષની મહિલાએ બુધવારે જીવ ગુમાવ્યો હતો. ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ, મહિલા થોડા દિવસો પહેલા જ વિદેશમાંથી પરત ફરી હતી. તબિયત ખરાબ થવા પર 22 માર્ચે તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ગોવામાં બુધવારે કોવિડ-19થી સંક્રમિત વધુ 3 દર્દીઓ મળ્યા છે. આ ત્રણે હાલ વિદેશમાંથી ભારત પરત ફર્યા છે. તેમાંથી એક 25 વર્ષનો વ્યક્તિ સ્પેનમાંથી જ્યારે 29 વર્ષનો શખ્સ ઓસ્ટ્રેલિયમાંથી પરત આવ્યો હતો. આ સિવાય 55 વર્ષનો ત્રીજો સંક્રમિત અમેરિકાની મુસાફરી બાદ દેશમાં આવ્યો હતો.