આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી છે. સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને હવે સ્વૈચ્છિક બનાવી દીધી છે. કેબિનેટ બેઠક બાદ એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ 5.5 કરોડ ખેડૂતોએ લીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્રીય મંત્રી મંડળની કેબિનેટ બેઠકમાં ખેડૂતોને લઇ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રીએ કહ્યું કે આ વીમા યોજના અંતર્ગત કુલ 13,000 કરોડ રૂપિયાના વીમા થયા જેમાંથી 7 હજાર કરોડ રૂપિયા ક્લેમ તરીકે આપવામાં આવ્યા છે. કૃષિ મંત્રીએ કહ્યું મંત્રીમંડળે પાક વીમા યોજનામાં સંશોધનને મંજૂરી આપી દીધી છે. જેને ખેડૂતો માટે સ્વૈચ્છિક બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત નોર્થ ઈસ્ટના ખેડૂતો માટે પાક વીમાનું પ્રિમિયમ 90 ટકા સરકાર આપશે. કેબિનેટે ઈન્ટરેસ્ટ સબવેંશન સ્કીમ અંતર્ગત મળનારા ફાયદાને 2 ટકાથી વધારીને 2.5 ટકા કરવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયથી 95 લાખ ડેરી ખેડૂતોને ફાયદો થશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સરકારે ડેરી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે બુધવારે 4558 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે. જેના લાભ લગભગ 95 લાખ ખેડૂતોને મળશે. દૂધ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે સરકારે આ યોજનામાં ટકાવારી 2થી વધારી 2.5 ટકા કરી દીધી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ અંગે જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી પાક વિમાની યોજનાનો લાભ લગભગ 5.5 કરોડ ખેડૂતો ઉઠાવ્યો છે, તેમણે જણાવ્યું હતું કે, પાક વિમા અંતર્ગત અત્યાર સુધીમાં 13,000 કરોડ રૂપિયાના વિમા થયા છે. જેમાં 7 હજાર કરોડ રૂપિયા ક્લેમ તરીકે આપવામાં આવ્યા છે. આ યોજનાને હવે સ્વૈચ્છિક બનાવી દીધી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code