File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

કોરોનાના કહેર વચ્ચે દેશના તમામ વિસ્તારોમાં લોકડાઉનની સ્થિતી બનેલી છે. અચાનક આવી પડેલી આ આફતના કારણે કેટલાય લોકો, મજૂરો અલગ અલગ રાજ્યોમાં છેલ્લા એક મહિનાથી ફસાયેલા છે. ત્યારે લોકડાઉન લાગુ થયાના 36 દિવસ બાદ કેન્દ્ર સરકારે આ બાબતે નિર્ણય લઈ અલગ-અલગ રાજ્યોમાં ફસાયેલા લોકોને પોતાના વતન પરત મોકલવાની મંજૂરી આપી છે. ત્યારે આ વાતને અપનાવી ગુજરાતની રૂપાણી સરકારે પણ ગુજરાતમાં ફસાયેલા મજૂરોને પોતાના વતન જવાની પરવાનગી આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

CMO સચિવ અશ્વિનીકુમારે આજે કેન્દ્ર સરકારે ગઈકાલે કરેલી જાહેરાતને પગલે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલા અંગે જાણકારી આપી હતી. ગુજરાતના તમામ લોકો ગુજરાત બહારના રાજ્યોમાં ફસાયેલા હોય અને અન્ય રાજ્યના લોકો ગુજરાતમાં ફસાઈ ગયા છે તેમને તેમના વતન પાછા મૂકવા માટે ગૃહમંત્રાલય દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી છે. જેમાં આઠ IAS અને આઠ IPSના 16 અધિકારીની ટીમ બનાવવામાં આવી છે. આજે સાંજ સુધીમાં વેબપોર્ટલ તૈયાર કરાશે. ટોળે ટોળા કમિશનર ઓફિસ અને કલેક્ટર ઓફિસ પહોંચી ન જતા પણ આ માટે વેબપોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. કલેક્ટરના વેબપોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત બહાર ફસાયેલા લોકોને પરત લાવવા સરકારની કવાયત શરૂ થઈ ગઈ છે. ગુજરાતના 16 અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. બહાર ફસાયેલા ગુજરાતીઓને લાવવા વ્યવસ્થા કરાશે. તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે રાજ્યમાં 8 સિનિયર આઈપીએસ અને આઈએએસ અધિકારીઓની પણ નિમણુંક કરવામાં આવી છે. જે અંતર્ગત જે તે રાજ્ય સાથે સીધો સંપર્ક કરી પરપ્રાંતિયોની અવર જવરની વ્યવસ્થાને કરવામાં આવશે. આ માટે અલગ અલગ રાજ્ય માટે અલગ અલગ અધિકારીઓ નિમવામાં આવ્યા છે. આગામી 10-15 દિવસમાં આ કામગીરી પૂર્ણ થઈ જશે.

આ શરતોને આધિન મળશે પરવાનગી

 • કોઈને કોઈ લક્ષણો હશે તો તેમને પરવાનગી મળશે નહી.
 • ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા વ્યક્તિ અથવા ગ્રુપે કરવાની રહેશે
 • ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જે તે વ્યક્તિએ કરવાની રહેશે
 • સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિને જ બહાર જવાની પરવાનગી મળશે

કોને સોંપાઈ કયા રાજ્યની જવાબદારી?

 • ઓરિસ્સા સાથે સંકલન માટે એમ થેન્નારસન IPSનિરજા ગોત્રુને જવાબદારી સોંપાઈ
 • બિહાર ઝારખંડ IAS અનુપમ આનંદ IPS કે કે ઓઝાની નિમણૂંક
 • ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ IAS લોચન શેહરા IPS વિનોદ મલને જવાબદારી સોંપાઈ
 • દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, લદ્દાખ અને યુનિયન ટેરટરી સાથે સંકલનની જવાબદારી IAS રૂપનસિંગ IPS અનિલ પ્રથમને જવાબદારી સોંપાઈ
 • મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તિસગઢ માટે IAS રાજેશ માંજુ IPS અર્ચના શિવહરેને જવાબદારી સોંપાઈ
 • પં. બંગાળ અને ઉત્તર પશ્ચિમ રાજ્યો માટે IAS હર્ષદ પટેલ IPS વબંગ જબીરને જવાબદારી સોંપાઈ
 • દ. ભારતીય રાજ્યો માટે IAS પી ભારતી, IPS વી. ચંદ્ર શેખરને જવાબદારી સોંપાઈ
 • મહારાષ્ટ્ર સાથે સંકલન માટે IAS રાકેશ શંકર IPS હસમુખ પટેલને જવાબદારી સોંપાઈ

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code