File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી જાણ કરી કે, કેન્દ્ર સરકારે મેડિકલ સેક્ટરમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ઓલ ઈન્ડીયા કોટા હેળ અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ તથા ડેન્ટલ શિક્ષણમાં ઓબીસી સમૂદાયના વિદ્યાર્થીઓ માટે 27 ટકા અનામતની જાહેરાત કરાઈ છે. આર્થિક રીતે નબળો અને કમજોર લોકોને અનામત આપવાની કેન્દ્ર સરકારની ઈચ્છા છે. આ મુદ્દો ભાજપ માટે એક મહત્વનો મુદ્દો રહ્યો છે. આને કારણે મોદી ઓબીસી મુદ્દા પર વધારે ધ્યાન આપી રહ્યાં છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

આર્થિક પછાત વર્ગો માટે 10 ટકા અનામતની પણ જાહેરાત કરવામાં આવી છે. આ વ્યવસ્થા હાલના શૈક્ષણિક સત્ર 2021-22 થી યુ.જી. અને પી.જી. મેડિકલ / ડેન્ટલ અભ્યાસક્રમો (એમબીબીએસ / એમડી / એમએસ / ડિપ્લોમા / બીડીએસ / એમડીએસ) માટે લાગુ રહેશે. આ નિર્ણયથી મેડિકલ તથા ડેન્ટલ શિક્ષણમાં પ્રવેશ માટે ઓબીસી તથા આર્થિક પછાત વર્ગના 5500 વિદ્યાર્થીઓને લાભ મળશે. દેશમાં પછાત તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉત્થાન માટે અનામત આપવા સરકાર કટિબદ્ધ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

 

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય સાથે થયેલી સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રીએ સંબંધિત મંત્રાલયોને આ આદેશ આપ્યો હતો. બેઠકમા મોદીએ આર્થિક અને નબળા વર્ગના લોકોને અનામત માટેની વાત કરી હોવાનું કહેવાય છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, હાલના સમયે લગભગ 15 ટકા યુજી, 50 ટકા પીજી મેડિકલ બેટક રાજ્ય સરકારો દ્વારા મેનેજમેન્ટ હેઠળ આવે છે તેમાં એસસી, એસટી માટે બેઠકો અનામત છે પરંતુ ઓબીસી માટે નથી. પ્રધાનમંત્રી મોદીએ મંત્રાલયો ઓબીસી કોટા સંબંધિત તમામ વિવાદ જલદીથી ઉકેલી દેવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી ઓબીસી સમૂદાય મેડિકલ સેક્ટરમાં વધારે બેઠકો આપવાની માગ કરી રહ્યો છે. આ મામલો કોર્ટની એરણે પણ ચડ્યો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code